બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nirav Modi's Request Denied, Can't Go To UK Supreme Court Against Extradition To India

લંડન / ભાગેડુ નીરવ મોદીને હવે ભારત આવવું જ પડશે, બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં 'કામ થયું તમામ'

Hiralal

Last Updated: 04:38 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ભાગેડુ અને પીએનબી બેન્કના ફ્રોડના આરોપી નીરવ મોદીની પ્રત્યર્પણ વિરોધી અરજી બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવાઈ છે.

  • બેન્ક કૌભાંડના આરોપી અને બ્રિટનમાં રહેલા નીરવ મોદીને મોટો ઝટકો
  • બ્રિટનની કોર્ટમાં પ્રત્યર્પણ વિરોધી છેલ્લી અપીલ પણ રદ થઈ
  • નીરવ મોદી પાસે હવે ન રહ્યો કોઈ કાયદાકીય વિકલ્પ 
  • હવે ભારત પાછા આવવું જ પડશે 

પંજાબ નેશનલ બેન્કના 13,500 કરોડના ફ્રોડ કેસના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ મોદીના ભારત લાવવાનો રસ્તો હવે ખુલ્લો થયો છે. આજે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં નીરવ મોદીની ભારત પ્રત્યર્પણ સામેની છેલ્લી અરજી પણ ફગાવી દેવાઈ હતી. નીરવની પ્રત્યર્પણ સામેની આ છેલ્લી અરજી હોવાથી તેની પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ રહ્યો નથી અને તેણે ભારત આવવું જ પડશે. 

પ્રત્યાર્પણ કરશો તો આત્મહત્યાનું જોખમ 
બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીએ દલીલ કરી હતી કે જો તેનું પ્રત્યાર્પણ કરવામાં આવે તો આત્મહત્યાનું જોખમ છે. જોકે કોર્ટને તેની આ દલીલ વાહિયાત લાગી અને તત્કાળ ફગાવી દીધી. 

નીરવ મોદી હાલમાં ક્યાં છે 
નીરવ મોદી હાલ લંડનની વાન્ડ્સવર્થ જેલમાં જેલના સળિયા પાછળ છે. આ અપીલ નામંજૂર થતાં હવે આરોપી પાસે પ્રત્યાર્પણ સામે બ્રિટનમાં કોઈ કાનૂની વિકલ્પ બચ્યો નથી.

ભારત પ્રત્યાર્પણ સામે અપીલની માગી કરી હતી મંજૂરી 
ગત મહિને નીરવ મોદીએ બ્રિટનની હાઈકોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને ભારત પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની પરવાનગી માગી હતી પરંતુ કોર્ટે તેની આ અરજી ફગાવી દીધા બાદ તેણે છેલ્લી અરજી કરી નાખી અને હવે તે પણ રદ થઈ ગઈ છે. 

કયા કેસમાં મુખ્ય આરોપી 
નીરવ મોદી 13,500 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે. છેતરપિંડી, મની લોન્ડરિંગ, પુરાવાનો નાશ અને સાક્ષીઓને ધમકાવવાના આરોપોનો સામનો કરવા માટે ભારતીય અધિકારીઓ નીરવ મોદીને યુકેથી પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ