અરવલ્લી જીલ્લામાં આખરે મેઘરાજાના વિધિવત મંડાણ થતા જીલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જીલ્લાના મોડાસા પંથકમાં મોડી રાત્રીથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધીમી ધારે શરુ થયેલા વરસાદના કારણે જીલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સમયસર વરસાદના આગમનથી ભૂમિપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે ત્યારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી.