ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-20803

NULL / SEXગુરૂ જયેશ પટેલની મુશ્કેલી વધી મોડલ એશરા પટેલે પણ SEXની માંગ કર્યાનો લગાવ્યો

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

શિક્ષણ સેવાની આડમાં વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરનાર પારૂલ યુનિવર્સિટીના એમડી જયેશ પટેલનો ચેહરો બેનકાબ થયો છે. કારકિર્દીનો ભય બતાવીને જયેશ પટેલે આચરેલી પાપ લીલાનું પાપ આખરે છાપરે ચડીને પોકારી રહ્યુ છે.  

શિક્ષણનો આસારામ 
પારૂલ યુનિ.ના MD જયેશ પટેલ વિરૂધ્ધ દુષ્કર્મનો આરોપ 
નર્સિંગની વિદ્યાર્થિનીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ 
વધુ એક પૂર્વ વિદ્યાર્થિની અને મોડલના જયેશ પટેલ પર આરોપ 
મોડલ એશરા પટેલનો સે~સની માગણી કર્યાનો આરોપ 
ગ્રામ્ય પોલીસ LCB અને SOG સહિત 5 ટીમ દ્વારા તપાસ  

શિક્ષણ સેવાની આડમાં કામલીલા આચરનારા પારુલ યુનિવર્સિટીના એમડી જયેશ પટેલની પાપલીલાનો મેલો ચેહરો આખરે ઉજાગર થયો છે. નર્સિંગની વિદ્યાર્થિની સાથે આચરેલા દુષ્કર્મ મામલે પોલેસે હોસ્ટેલના મહિલા વોર્ડનની ધરપકડ કરી છે. તો જયેશ પટેલ ધરપકડથી બચવા અને આગોતરા જામીન માટે હવાતીયા મારી રહ્યા છે પરંતુ સ્થાનિકોએ જયેશ પટેલની ધરપકડની માંગ બુલંદ કરી છે.

જયેશ પટેલનું પાપ જાણે છાપરે ચડીને પોકારી રહ્યુ હોય તેમ પારૂલ યુનિવર્સિટીની વધુ એક પૂર્વ વિદ્યાર્થિની અને મોડલ એશરા પટેલે પણ જયેશ પટેલની હેવાનીયતનો કિસ્સો ઉજાગર કર્યો છે. એશરા પટેલના જણાવ્યા અનુસાર તે જ્યારે વર્ષ 2004માં પારુલ યુનિવર્સીટીમાં હોમીયોપેથીક વિભાગમાં અભ્યાસ કરતી હતી ત્યારે અનેક વખત જ્યેશ પટેલની હેવાનીયતનો ભોગ બનેલી.  

આ અગાઉ પણ જયેશ પટેલ વિવાદોમાં આવી ચુકયા છે. પોતે હોમિયોપેથિક ડોક્ટર હોવા છતા પાલડીમાં તેઓ ગર્ભપાત ક્લિનિક ચલાવતા હોવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ વિદ્યાર્થિનીઓ સાથે કાળી કરતૂતનો પ્રકાશમાં આવતા ભાજપે પણ તેમનાથી છેડો ફાડી નાખ્યો છે અને તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

ત્યારે શિક્ષણની આડમાં વાસના સંતોષતા જયેશ પટેલ જેવા સેકસગુરૂઓ હવે જેલના સળીયા પાછળ કાયદાના પાઠ કયારે ભણે છે તે જોવું રહ્યું. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ