બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-19512

NULL / અમદાવાદ: મસમોટા સેક્સ રેકેટનો થયો પર્દાપાશ

SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બાંગ્લાદેશથી યુવતીઓને અમદાવાદમાં લાવી સેકસ રેકેટમાં ધકેલવાના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૂળ બાંગ્લાદેશના અને શહેરના ચંડોળા તળાવ પાસે રહેતા ચાર યુવકોની પોલીસે ધરપકડ કરી છે. જે બાંગ્લાદેશી યુવતીઓને પ્રેમ લગ્નની લાલચ આપીને તેમને સેકસ રેકેટમાં ધકેલતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રેડ દરમિયાન ત્રણ ભોગ બનનાર યુવતીઓ સહીત 4 દલાલોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.   
 
મૂળ બાંગલાદેશના અને હાલમાં ચંડોળા તળાવ પાસે રહેતા પુન્નુસી ઇમ્તીયાઝ શેખ મુરાદ હબીબમુલ્લા મુલ્લા સરીફુલ ઉર્ફે સુમન મુલ્લા સાઇદખાન સોબુસખાનની સોલા પોલીસે અટકાયત કરી છે. જેમની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી હતી અને સેકસ રેકેટનો પર્દાફાશ થયો હતો.  ઝડપાયેલા ચારેય આરોપીઓ અમદાવાદમાં છેલ્લા પાંચવર્ષથી અલગ અલગ વિસ્તારમાં રહી દેહ વ્યાપાર નો ધંધો કરતા હતા. મહત્વનું છે કે આરોપીઓ પરણિત હોવા છતાં બાંગ્લાદેશમાંથી સગીર યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ લાવતા હતા અને ત્યાર બાદ બળજબરીથી તેઓને દેહ વ્યાપારમાં જોડતા હતા.

હાલતો  સમગ્ર કેસ મામલે બંગાળ પોલીસ અને સોલા પોલીસ સંય્કુત કામગીરી હાથ ધરી રહી છે. ત્યારે સોલા પોલીસે સગીર યુવતીઓને નારધમીઓના સકંજા માંથી મુકત કરાવી નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપી સાચા અર્થમા શ્રેષ્ઠ કામગીરી બીરદાવી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ