બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / New Zealand Cricket denies reports of offering to host IPL 2020

સ્પોર્ટ્સ / અમે ક્યારેય IPL આયોજન કરવામાં રસ દાખવ્યો નથી, અમારી પાસે ટાઈમ નથી

Published By: Kashyap

Last Updated: 10:49 PM, 9 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI ચીફ સૌરવ ગાંગુલીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે IPL 2020નું આયોજન તો કોઈ પણ હાલતમાં કરશે પરંતુ હજુ એ નક્કી નથી કે તે દેશમાં થશે કે વિદેશમાં.

જો કે હવે ખબરો સામે એવી આવી રહી છે કે IPL 2020નું આયોજન કોરોના વાયરસને કારણે વિદેશી ધરતી પર થઈ શકે છે. યજમાનીની રેસમાં શ્રીલંકા, યુએઈની સાથે-સાથે ન્યૂઝીલેન્ડ પણ હતું. જો કે હવે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને આ ટુર્નામેન્ટની યજમાની કરવાની કોઈ રજૂઆત કરી નથી. 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનું નિવેદન

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ કહ્યું છે કે તેમણે આ વર્ષે આઈપીએલની યજમાની કરવાની કોઈ રજૂઆત કરી નથી અને આ પ્રકારના અહેવાલ માત્ર અટકળો છે. જો કે ભવિષ્યના ટુરની કાર્યક્રમ માટે પોતાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તા રિચર્ડ બુકે એ વાતની પુષ્ટિ કરી કે ક્રિકેટ બોર્ડે ક્યારેય IPLની યજમાની માટે રસ નથી દાખવ્યો. આઈપીએલનું આયોજન માર્ચમાં થવાનું હતું પરુંત કોવિડ 19 મહામારીને કારણે તેને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાઈ છે. 

રિચર્ડ બૂકે કહ્યું હતું કે ન્યૂઝીલેન્ડ IPLની યજમાની કરશે તે વાતો માત્ર અટકળો છે. હાલના સમયમાં અમને જો IPLની યજમાની કરવાનું કહેવામાં પણ આવ્યું હોત તો અમે એ સ્થિતિમાં નથી કે કરી શકીએ. તેની તારીખો અને ન્યૂઝીલેન્ડના પોતાની ફ્યૂચર ટુર પ્લાનિંગને અમારે પ્રથમ પ્રથામિકતા આપવી પડે. જેનો અર્થ એ થાય છે કે સમયના અભાવે અમે IPLનું આયોજન કરી શકીએ તેમ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket IPL Sourav Ganguly Sports News Sports News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ