બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / new-york-stock-exchange-removes-adani-ports-from-index-due-to-links-with-myanmar-military

વેપાર / USના ન્યૂયોર્ક એક્સચેન્જ દ્વારા અદાણી ગ્રુપની આ કંપનીને ડિલિસ્ટ કરી દેવાઈ, જાણો શું છે કારણ

Nirav

Last Updated: 09:05 PM, 13 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા સ્થિત ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ દ્વારા અદાણી ગ્રુપની કંપની  અદાણી પોર્ટની સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

  • અમેરિકાના સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી 
  • અદાણી પોર્ટની કંપનીની સામે કરવામાં આવી મોટી કાર્યવાહી 
  • ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાંથી અદાણી પોર્ટને ડિલિસ્ટેડ કરવામાં આવશે 

આ કાર્યવાહીમાં અદાણી ગ્રુપની જાણીતી કંપની અદાણી પોર્ટને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના ઇંડેક્સ પરથી દૂર કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે અદાણી ગ્રુપ પર એવો આરોપ છે કે તેની કંપનીએ મ્યાનમારની સેના સાથે જોડાયેલ એક સંગઠન મ્યાનમાર ઈકોનોમિક કોર્પોરેશનને 225 કરોડ રૂપિયા આપ્યા હતા. 

મ્યાંમારની સેના અને તેની સાથે જોડાયેલ સંગઠનો પર અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છે 

ન્યૂયોર્કના stock exchange S&P Dow Jones Indices એ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ કંપનીને તેના સસ્ટેનેબીલીટી ઇંડેક્સથી હટાવી દેવામાં આવી છે, કારણ કે આ કંપનીના મ્યાનમાર સેના સાથે બિઝનેસ ટાઇઅપ્સ એટલે કે જોડાણ છે, મહત્વનું છે કે અમેરિકાએ મ્યાનમાર સેનાને લઈને પ્રતિબંધો વધારી દીધા છે, નોંધનિય છે કે મ્યાનમાર સેનાએ હમણાં જ થોડા સમય પહેલા દેશમાં લોકતાંત્રિક સરકારને ઉથલાવી પાડીને બળવો કર્યો હતો અને દેશમાં તેના પછી જનતાની વિરુદ્ધમાં દમણ આચરવામાં આવી રહ્યું હતું. 

મ્યાનમાર સેનાની કરતૂતને માનવાધિકાર હનન તરીકે જોવામાં આવી છે 

આ ઘટનાની ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનો અને લોકતાંત્રિક દેશોએ માનવધિકાર હનન તરીકે નોંધ લીધી હતી, મહત્વનું છે કે અમેરિકાનું બાયડન વહીવટી તંત્ર પહેલાથી જ મ્યાનમાર સેનાની હરકતનની ગામભરી નોંધ લઈ ચૂક્યું છે અને તેના પર પ્રતિબંધો લગાવવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યું છેમ, જેના પગલે અમેરિકાના ન્યુયોર્ક એક્સ્ચેન્જને અદાણી ગ્રુપની આ કંપનીના મ્યાનમાર સેનાનું પીઠબળ ધરાવતા સંગઠન માયનમાર ઈકોનોમિક કોર્પોરેશનની સાથે વ્યવહારોની માહિતી મળી હતી, જેને લઈને અદાણી ગ્રુપની કંપની પર આ કાર્યવાહી થઈ હોવાનું માનવામાં આવે છે. 

અદાણી ગ્રુપની કંપનીએ 225 કરોડ રૂપિયા લીઝ ફી તરીકે આપ્યા છે 

એક રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપની કંપનીએ મ્યાનમાર ઈકોનોમિક કોર્પોરેશનને 30 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 225 કરોડ રૂપિયા લેન્ડ લીઝ ફી તરીકે આપ્યા છે, મહત્વનું છે કે અદાણી પોર્ટ કંપની મ્યાનમારમાં પણ સક્રિય છે અને આ રકમ મ્યાંમારના સૌથી મોટા શહેર યાંગોનમાં પોર્ટ બનાવવા માટે જમીનની લીઝની ફીના રૂપમાં આપવામાં આવી હતી, જે સંગઠનને આ રકમ મળી છે, તે મ્યાનમાર ઈકોનોમિક કોર્પોરેશન બ્રિટિશ સમાચાર એજન્સી રોઇટર્સની માહિતી પ્રમાણે આ સંગઠન મ્યાનમારની સેના સાથે જોડાયેલ છે. 

બીએસઇના શેર પર પણ અસર પડી 

25 માર્ચના રોજ અમેરિકા દ્વારા  આ સંગઠન અને મ્યાનમાર ઈકોનોમિક હોલ્ડિંગ પબ્લિક કંપની પર પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા, આ કંપનીની સાથે અદાણી ગ્રુપના આર્થિક વ્યવહારોના લીધે સ્ટોક એક્સચેન્જ માંથી તેને 15 એપ્રિલના રોજનું સવારનું સેશન શરૂ થતાં જ દૂર કરવામાં આવશે, આ માહિતીની અસર બીએસઇમાં લિસ્ટેડ કંપનીના સ્ટોકના ભાવ પર પણ પડી હતી અને શેરના ભાવમાં 4.25 ટકા ઘટ નોંધાઈ હતી, જો કે આ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જની કાર્યવાહી સામે અદાણી ગ્રુપ દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Adani Group Adani Ports Myanmar Myanmar Army USA newyork stock exchange અદાણી ગ્રુપ મ્યાનમાર business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ