બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / nepal The first ban on Adipurush after its release,

પગલાં / રિલિઝ થયા બાદ આદિપુરુષ પર પહેલો પ્રતિબંધ, આ શહેરના મેયરે બેનનું કર્યું એલાન, સરકારે કરી ટીકા

Kishor

Last Updated: 12:05 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાઠમાંડું આદિપુરુષ ફિલ્મના બહાને તમામ હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવી દેતા ભારે ટીકા થઈ છે.

  • વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ 'આદિપુરુષ'નો મામલો
  • આદિપુરુષ સહિતની તમામ ફિલ્મો પર પ્રતિબંધ મૂકાયો
  • કાઠમાંડુંમાં આદિપુરુષનું પ્રદર્શન અટકાવી દેવાયું

વિવાદમાં ઘેરાયેલી ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થયા બાદ ભારે કામણી કરી રહી છે. આ ફિલ્મ એક ડાયલોગને કારણે વિવાદના ઘેરાવમાં રહી છે અને ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. ત્યારે કાઠમાંડુંના મેયરના દ્વારા આદિપુરુષ ફિલ્મના બહાને તમામ હિન્દી ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મુકવા અંગે તઘલખી ફરમાન જાહેર કરતા હવે નેપાળ સરકારે જ વિરોધ શરૂ કર્યો છે. માહિતી અને સંચાર મંત્રાલય નેપાળ સરકાર વતી પોતાનો વાંધો રજુ કરતા જણાવ્યું કે આદિપુરુષ સહિતની તમામ ફિલ્મોને બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે ગેરકાયદેસર ગણાય છે.
 

नेपाल

કાઠમાંડુંમાં આદિપુરુષનું પ્રદર્શન અટકાવી દેવાયું

નિવેદનમા એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે આદિપુરુષના જે ડાયલોગ પર લોકોને વાંધો હતો તે તેને મ્યૂટ કરીને થિયેટરોમાં ચલાવવાની મંજૂરી અપાઈ છે છતાં કેટલાક લોકો માટે તેનો વિરોધ કરવો એ યોગ્ય નથી. નેપાળના સેન્સર બોર્ડે ભારત શબ્દ હટાવીને પસારણ માટે છૂટ આપી છે છતાં વિરોધ એ યોગ્ય નથી. નેપાળમાં કઈ ફિલ્મ ચાલશે કે નહીં તે અંગે સરકાર દ્વારા સેન્સર બોર્ડની રચના કરવામાં આવી છે. જે વિવાદમાં અંતિમ નિર્ણય લેવાની તેઓને સત્તા આપવામાં આવી છે. પરંતુ કાર્યક્ષેત્ર બહાર ગેરકાયદેસર રીતે ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની વ્યાજબી ન ગણાય! મહત્વનું છે કે નેપાળની રાજધાની કાઠમાંડુંમાં આદિપુરુષનું પ્રદર્શન અટકાવી દેવાયું છે.

Topic | VTV Gujarati

આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ' સામે દર્શકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આમ છતાં ફિલ્મે સારી એવી કમાણી કરી લીધી છે.  ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરી તો ફિલ્મે પહેલા દિવસે 140 કરોડની કમાણી કરી હતી.બીજા દિવસે વિવાદો વચ્ચે પણ ફિલ્મે વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે જ જણાવી દઈએ કે આદિપુરુષની હિન્દી સ્ક્રીનિંગે પ્રથમ દિવસે 36-37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ