બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / NEET 2020: A student hoping for 600 marks got 0 marks, reached the High Court and ...

ગોટાળો / NEET 2020 : 600 માર્કની આશા રાખનાર વિદ્યાર્થિનીને મળ્યા 0 માર્ક, પહોંચી ગઈ હાઇકોર્ટ અને...

Nirav

Last Updated: 07:22 PM, 21 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં મેડિકલના ઓલ ઈન્ડિયા પ્રવેશ માટે સરકાર દ્વારા NEET  પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલમાં જ સરકાર દ્વારા કોરોના કાળ છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમ ખેડીને પણ આ પરીક્ષા લેવામાં આવી હતી જો કે આ પરીક્ષાને લઈને હાલમાં એક એવી ઘટના બની છે કે આ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

  • NEET 2020 પરીક્ષામાં સામે આવી ગડબડ 
  • વિદ્યાર્થિનીને હતી 600 અંકની આશા, મળ્યા 0 અંક 
  • વિદ્યાર્થિની એ બોમ્બઈ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી 

NEET પરીક્ષાની મૂલ્યાંકન પ્રણાલી અંગે એક વિદ્યાર્થીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. NEET પરિણામમાં શૂન્ય માર્ક મેળવ્યા પછી, વિદ્યાર્થિનીએ પરીક્ષા મૂલ્યાંકન પ્રણાલીમાં ઘણી ભૂલો દર્શાવીને બોમ્બે હાઇકોર્ટ માં અરજી કરી હતી. અરજીમાં વિદ્યાર્થિનીએ કહ્યું કે તેને NEET પરીક્ષાના પરિણામોમાં 720 માંથી ઓછામાં ઓછા 600 માર્ક મેળવવાની આશા રાખી હતી, પરંતુ તે તેનું પરિણામ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

જાણો શું છે આખો મામલો? 

અદાલતમાં વિદ્યાર્થીનીની તરફેણમાં એડવોકેટ અશ્વિન દેશપાંડેએ જણાવ્યું હતું કે, બારમા ધોરણની પરીક્ષામાં આ વિદ્યાર્થિનીને 81.85 ટકા માર્કસ આવ્યા હતા. વિદ્યાર્થિનીએ NEET માં ઓછામાં ઓછા 600 માર્ક મેળવવાની આશા રાખી હતી. વિદ્યાર્થિની OMR શીટ પણ NTA દ્વારા અપલોડ કરવામાં આવી નથી. તેને 720 માંથી શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. ઓનલાઇન મૂલ્યાંકન પ્રણાલીમાં ચોક્કસપણે ભૂલો છે.

અદાલતે શું કહ્યું?

કોર્ટે NEET પરીક્ષા લેતી સંસ્થા, NTA ને કહ્યું છે કે વિદ્યાર્થિનીની OMR શીટ અપલોડ થઈ છે કે નહીં, તે આગામી સુનાવણી સુધી સ્પષ્ટ કરે. જોકે, આ પ્રકારની આ ઘટના પહેલીવારની નથી, NEET પરીક્ષાના પરિણામમાં આ પહેલા પણ ભૂલો જોવા મળી છે. બીજા એક કિસ્સામાં, NEET માં ફેલ થયેલો એક વિદ્યાર્થી માર્કશીટ સુધર્યા બાદ ST કેટેગરીમાં ઓલ ઈન્ડિયા ટોપર બન્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

NEET NEET 2020 NTA National Eligibility Cum Entrance Test બોમ્બે હાઇકોર્ટ Mess
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ