બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Neeraj Chopra nominated for Laureus World Sports Awards

ખેલ સન્માન / નીરજ ચોપડાને મળશે સૌથી મોટું ખેલ સન્માન ? ઓલિમ્પિક ચેમ્પિયનને હવે આ એવોર્ડ માટે કરાયો નોમિનેટ

Hiralal

Last Updated: 05:01 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડાની 2022 લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે પસંદગી છે. એપ્રિલમાં આ એવોર્ડના વીનર જાહેર થશે.

  • નીરજ ચોપડા 2022 લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ થયો
  • એપ્રિલમાં જાહેર થશે લોરિયસ વર્લ્ડ એવોર્ડના વીનર 
  • લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ થનાર નીરજ ત્રીજો ભારતીય ખેલાડી
  • આ પહેલા વિનેશ ફોગાટ અને સચિન તેડુલકર નોમિનેટ થઈ ચૂક્યા છે

'ગોલ્ડન બોય' નીરજ ચોપડા ફરી વાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા છે. નીરજ ચોપડા 2022 લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ થયો છે. વિશ્વના પ્રતિષ્ઠિત પત્રકારો અને બ્રોડકાસ્ટર્સની 1300 કરતા પણ વધારે ટીમની એક પેનલે ચાલુ વર્ષના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ માટે સાત કેટેગરીમાં નોમિની પસંદ કર્યાં છે. એપ્રિલમાં લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એકેડમી દ્વારા વીનરની જાહેરાત કરવામાં આવશે. 

છ નોમિનીની પસંદગી
નીરજની ઉપરાંત, એમુ રડુચાનુ, ડેનિલ મેદવેદેવ, પેડ્રી યુલીમાર, રોજસ, એરિર્ન ટિટમુ સામેલ છે. 

નીરજને મળશે મોટું આંતરરાષ્ટ્રીય સન્માન?
વર્ષ 2021 ભારતીય રમતો માટે હંમેશા માટે યાદગાર વર્ષ બની રહેશે. ખાસ કરીને ઓલિમ્પિકના દ્રષ્ટિકોણથી. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે 7 મેડલ જીત્યા હતા. આ સાથે જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ ટોકિયો ઓલિમ્પિકને સૌથી ખાસ બનાવ્યો હતો. નીરજે પુરુષોની ભાલા ફેંકમાં સૌથી દૂર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ જીતનારો સૌપ્રથમ ભારતીય એથ્લીટ બન્યો. આ પ્રદર્શન માટે નીરજને હવે ગેમ્સના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન લોરિયસ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. નીરજ ચોપડાએ 7 ઓગસ્ટ, 2021 ના રોજ ટોક્યોના ઓલિમ્પિક સ્ટેડિયમમાં અનેક દિગ્ગજોને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ થનાર નીરજ ત્રીજો ભારતીય ખેલાડી

લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે નોમિનેટ થનાર નીરજ ત્રીજો ભારતીય ખેલાડી છે. તેની પહેલા 2000 ક્રિકેટર તેડુંલકર અને 2019માં રેસલર વિનેશ ફોગાટ લોરિયસ એવોર્ડ માટે નોમિનેટ થયા હતા.

શું છે લોરિયસ વર્લ્ડ એવોર્ડ 
આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ રમતમાં નોંધપાત્ર દેખાવ કરવા બદલ દર વર્ષે એપ્રિલમાં લોરિયસ વર્લ્ડ એવોર્ડ અપાય છે. આ એવોર્ડ ખેલ જગતનો બહુ મોટો પુરસ્સકાર છે. 1999માં સાલમાં આ એવોર્ડ આપવાનો શરુ કરાયો હતો. લોરિયસ સ્પોર્ટ એકેડમી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ રમતવીરને આ એવોર્ડ અપાય છે. ચાલુ વર્ષમાં એપ્રિલમાં આ એવોર્ડના વીનરની જાહેરાત થશે. લોરિયસ વર્લ્ડ એવોર્ડ માટે છ ખેલાડીઓની પસંદગી છે. ભારતના નીરજ ચોપડાને પસંદગી કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ