બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NDA Will do a clean sweep in 2024 pm modi government will be formed prashant kishore prediction

લોકસભા ચૂંટણી / 'ક્લિન સ્વીપ કરશે NDA ! બિહાર ચૂંટણી સુધી ટકશે જેડીયુ-ભાજપ ગઠબંધન', પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી

Hiralal

Last Updated: 08:58 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી નિષ્ણાત પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી છે કે લોકસભા ચૂંટણીમાં એનડીએ ક્લિન સ્વીપ કરશે.

  • એનડીએ માટે સારા અને ઈન્ડીયા ગઠબંધન માટે માઠા સમાચાર 
  • પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી
  • લોકસભા ચૂંટણીમાં ક્લિન સ્વીપ કરશે એનડીએ 

લોકસભા ચૂંટણીને છ મહિના કરતાં પણ ઓછો સમય છે અને આ વખતની ચૂંટણીમાં એનડીએ સામે ઈન્ડીયા ગઠબંધનનો જંગ છે. એનડીએમાં નાના મોટા 38 અને ઈન્ડીયા ગઠબંધનમાં 24 જેટલા પક્ષો છે. અનેક અખબારો, મોટો લોકો સર્વે મોદી સરકારની ત્રીજી વાપસીની આગાહીઓ કરી ચૂક્યા છે. 2014માં મોદીને ચૂંટણી જીતાડનાર અને ત્યાર બાદ બીજા મોટા નેતાઓને ચૂંટણી જીતાડનાર ચૂંટણી નિષ્ણાત પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી મોદી સરકારે માટે સારી અને ઈન્ડીયા ગઠબંધન માટે માઠી છે. 

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ કરશે ક્લિન સ્વીપ-પ્રશાંત કિશોર 
બિહારમાં નીતિશ કુમારે પક્ષ પલટો કર્યા બાદ ચૂંટણી નિષ્ણાત પ્રશાંત કિશોર (પીકે)એ દાવો કર્યો હતો કે, આગામી લોકસભા ચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુની કારમી હાર થશે. પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન લોકસભા ચૂંટણી જીતવા જઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ક્લીન સ્વીપ કરશે. 

બિહારની 2025ની વિધાનસભા ચૂંટણીની પણ આગાહી
પીકેએ બિહારની 2025ની વિધાનસભા ચૂંટણીની પણ આગાહી કરી છે. પીકેનો દાવો છે કે નીતિશની પાર્ટી જેડીયુ બિહારની 243માંથી 20 બેઠકો પણ જીતી નહીં શકે. 
તેમણે કહ્યું, "તમે ગમે તે ગઠબંધન લડો, જો નીતિશની પાર્ટી 20થી વધુ બેઠકો જીતશે તો હું મારુ કામ છોડી દઈશ. 2021 માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા, પીકેએ કહ્યું હતું કે જો ભાજપ 100 બેઠકો જીતશે તો તેઓ નોકરી છોડી દેશે ! પરંતુ ત્યારબાદ પીકેની આ ભવિષ્યવાણી સાચી પડી.

ભાજપ-જેડીયુ ગઠબંધન વિધાનસભા ચૂંટણી સુધી જ ટકશે 
પ્રશાંત કિશોરે પોતાના નિવેદનમાં કહ્યું કે, "હું મહાગઠબંધનમાં સામેલ થયા બાદથી કહી રહ્યો હતો કે તે તેમાં નહીં હોય. પરંતુ હવે આ ઘટનાક્રમથી સાબિત થાય છે કે જો નીતીશ પલતૂરામ છે તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ આનાથી અલગ નથી. એવું લાગી રહ્યું છે કે, ભાજપે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગણતરી કરી છે. પરંતુ આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડશે. મોદી અને જેડી (યુ) સુપ્રીમો બંને માટે રાજકીય વ્યૂહરચનાકાર તરીકે કામ કરી ચૂકેલા કિશોરે કહ્યું હતું કે ભાજપને તેના મતદારોને એ સમજાવવામાં મુશ્કેલી પડશે કે તેણે કુમાર માટે દરવાજા બંધ કરી દીધા હોવા છતાં શા માટે ટેકો આપ્યો. હું બીજી ભવિષ્યવાણી કરું છું અને જો હું ખોટો સાબિત થાઉં તો તમે મને પકડી શકો છો. જે ગઠબંધન બન્યું છે તે વિધાનસભાની ચૂંટણી સુધી ટકશે નહીં. વાસ્તવમાં લોકસભા ચૂંટણીના થોડા જ મહિનાઓમાં તે તૂટી શકે છે. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના સમયમાં કોંગ્રેસે જે કર્યું તે ભાજપ હવે કરી રહ્યું છે. બંને રાષ્ટ્રીય પક્ષોએ કેન્દ્રીય સ્તરે નાના ફાયદા માટે અત્યંત અલોકપ્રિય પ્રાદેશિક નેતાઓ સાથે જોડાણ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ