બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Navy successfully test-fires BrahMos supersonic missile, boosts India's power at sea, know its features

નવી તાકાત / નેવીએ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, સમુદ્રમાં ભારતની શક્તિ વધારી, જાણો તેની ખાસિયતો

Pravin Joshi

Last Updated: 08:56 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ ખરાબ હવામાન છતાં દિવસ-રાત કામ કરી શકે છે. તે "ફાયર એન્ડ ફોર્ગેટ" ના સિદ્ધાંત પર કામ કરે છે.

  • બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું
  • પ્રથમ પરિક્ષણ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્યને ટાર્ગેટ કર્યું
  • તે Mazagon Dock Limited ખાતે બનાવવામાં આવ્યું
  • આત્મનિર્ભરતા અને નૌકા શક્તિનું બીજું એક ઝળહળતું ઉદાહરણ 

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઈન ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર આઈએનએસ મોરમુગાઓથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેવી અધિકારીઓએ રવિવારે (14 મે) ના રોજ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ મિસાઈલનું પરીક્ષણ સમુદ્રમાં નૌકાદળની ફાયરપાવર અને તાકાત દર્શાવે છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતા પૂર્વક પરિક્ષણ

નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS મોર્મુગાઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલના તેના પ્રથમ પરિક્ષણ દરમિયાન સફળતાપૂર્વક લક્ષ્યને હિટ કર્યું હતું. INS મોર્મુગાઓ ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ-ક્લાસ સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે Mazagon Dock Limited ખાતે બનાવવામાં આવ્યું હતું અને 17 સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ જહાજ 18 ડિસેમ્બર 2022ના રોજ કાર્યરત થયું હતું.

શસ્ત્ર પ્રણાલીઓમાં આત્મનિર્ભરતા

નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્વદેશી રીતે વિકસિત જહાજ અને તેની શસ્ત્ર પ્રણાલી એ સમુદ્રમાં આત્મનિર્ભરતા અને નૌકા શક્તિનું બીજું એક ઝળહળતું ઉદાહરણ છે. જોકે, મિસાઈલ પરીક્ષણનું સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી. બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ એ ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ છે, જે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે. આ મિસાઈલ સબમરીન, જહાજ અને એરક્રાફ્ટ અથવા ગ્રાઉન્ડ 'પ્લેટફોર્મ' પરથી છોડવામાં આવી શકે છે. તેનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કવા નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ

બ્રહ્મોસ મિસાઈલની ફાયરપાવર 290 કિમી છે. અને તે મેક 2.8 (ધ્વનિની ઝડપ કરતાં લગભગ ત્રણ ગણી)ની ઝડપ સાથે વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. આ મિસાઈલ ખરાબ હવામાન છતાં દિવસ-રાત કામ કરી શકે છે. તે "ફાયર એન્ડ ફોર્ગેટ" ના સિદ્ધાંત પર કામ કરે છે એટલે કે તેને લોન્ચ કર્યા પછી માર્ગદર્શનની જરૂર નથી. ભારત બ્રહ્મોસ મિસાઈલની પણ નિકાસ કરી રહ્યું છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં ભારતે મિસાઇલની ત્રણ બેટરીની સપ્લાય માટે ફિલિપાઇન્સ સાથે $375 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ