બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Navratri 2023 bring these 5 good luck home to get maa durga blessings

આસ્થા / મા અંબેને અતિપ્રિય છે આ 5 વસ્તુઓ: નવરાત્રી શરૂ થતાં પહેલા જ ઘરે લઈ આવો, ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Arohi

Last Updated: 03:59 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2023: નવરાત્રી પહેલા દરેક લોકો માતાના આગમનની તૈયારીઓ કરી રહ્યા છે. મા અંબાને આ 5 વસ્તુઓ ખૂબ જ પ્રિય છે. નવરાત્રી શરૂ થતા પહેલા તેને ગુડ લક તરીકે ઘરમાં જરૂર લઈ આવજો.

  • 15 ઓક્ટોબરથી શરૂ થશે નવરાત્રી 
  • નવરાત્રી પહેલા લઈ આવો આ 5 વસ્તુઓ 
  • મા અંબાને ખૂબ જ પ્રિય છે આ વસ્તુઓ 

શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર 2023થી શરૂ થવા જઈ રહી છે. આ વખતે નવરાત્રી પર ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જો નવરાત્રીમાં કંઈ ખાસ ઉપાય કરવામાં આવે તો માતાજીનો આશીર્વાદ સદા તમારા પર રહે છે. 

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવરાત્રી વખતે અમુક વસ્તુઓ ઘરે લાવવાથી માતાજી જરૂર પ્રસન્ન થાય છે. સાથે જ તે પોતાના ભક્તોના મનની દરેક ઈચ્છાઓ પુરી કરે છે. 

કમળનું ફૂલ 
કમળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. નવરાત્રીમાં કમળનું ફૂલ કે તેનું ચિત્ર ઘરમાં લઈને આવવાથી દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર બની રહે છે. 

ચાંદીનો સિક્કો 
નવરાત્રી વખતે ઘરમાં ચાંદીનો સિક્કો લાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી ક્યારેય પણ ધનની કમી નથી થતી. 

માતાજીની પ્રતિમા 
નવરાત્રી પર તમે માતાજીની એવી પ્રતિમાની સ્થાપના કરો જેમાં તે કમળ પર બિરાજમાન હોય. 

મોર પંખ 
નવરાત્રીમાં સરસ્વતીના પ્રિય મોર પંખ ઘરે લાવવા જોઈએ તેને મંદિરમાં રાખવાના ઘણા ફાયદા થાય છે. મોર પંખ વિદ્યાર્થીઓના રૂમમાં રાખવાથી તેમને શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળે છે. 

શણગાર 
નવરાત્રી વખતે માતાજીને શણગારનો સામાન જરૂર અર્પિત કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ