બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / navratri 2020 sheri garba dycm nitin patel statment gujarat

નવરાત્રી / DyCM નીતિન પટેલે રાજ્યમાં ગરબા યોજવાનો નિર્ણય ક્યારે લેવાશે તે જણાવ્યું, જાણો શું કહ્યું...

Hiren

Last Updated: 09:05 PM, 5 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં યોજાતા જાહેર ગરબા મહોત્સવ પર કોરોના કાળમાં પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. જોકે હાલ શેરી ગરબાના આયોજન પર સરકાર વિચારણ કરી રહી છે. નવરાત્રીમાં ગરબા યોજવા મુદ્દે રવિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. ત્યારે આજે ફરી નાયબ મુખ્યમંત્રીએ ગરબા અંગે નિવેદન આપ્યું છે.

  • ગરબા યોજવા મુદ્દો સરકારમાં હજુ પણ વિચારણા હેઠળ
  • SOP આવ્યા બાદ ગરબાનો નિર્ણય લઈ શકાશેઃ DyCM
  • 200 લોકોની મંજૂરી સાથે યોજાઈ શકે છે ગરબા

નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ ખેલૈયાઓ ગરબાને લઇને આશા જાગી છે. અનલોક 5માં 100 લોકોને ધાર્મિક પ્રસંગો માટે છુટછાટ આપવામાં આવી છે અને 200 લોકોની છૂટ સાથે ગરબા યોજવાની બાબત વિચાર ધીન છે હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતુ. સરકારની નવી ગાઈડલાઈ પ્રમાણે 200 લોકો સાથે ગરબા યોજવાની શક્યાતો છે. ત્યારે સોમવારે ફરી DyCM નીતિન પટેલે રાજ્યમાં ગરબાના આયોજન મુદ્દે નિવેદન આપ્યું છે.

DyCMએ જણાવ્યું છે કે, ગરબા યોજવાનો મુદ્દો સરકારમાં હજુ પણ વિચારણા હેઠળ છે. SOP આવ્યા બાદ ગરબાનો નિર્ણય લઈ શકાય છે. ભારત સરકાર તરફથી SOP અપાયુ નથી. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ કરી શકાશે. હાલ 200 વ્યક્તિ સુધીનો કાર્યક્રમ કરી શકાય છે. મેદાન આધારે ગરબાની મંજૂરીની વિચારણા ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની અનલોક 5ની ગાઈડલાઈનમાં 15 ઓક્ટોબર બાદ કન્ટેન્મેન્ટ ઝોન બહાર સામાજિક, શૈક્ષણિક, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય મેળાવડા તથા સભાઓમાં 100થી વધુ વ્યક્તિની હાજરી અંગે જે-તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ નિર્ણય લઈ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Garba Navratri 2020 ગરબા નીતિન પટેલ Navratri 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ