બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'હે પ્રભુ દરવાજો ખોલો' લિફ્ટમાં ફસાયેલા ટેણિયાએ ભગવાનને પ્રાર્થના કરતાં જ થયો ચમત્કાર, જુઓ શું બન્યું?
Last Updated: 10:56 AM, 29 October 2025
કહેવાય છે ને કે સાચા ભાવની પ્રાર્થના કદી પણ એળે જતી નથી આ વાતનો વધુ એક પુરાવો મળ્યો છે. કલાકો સુધી લિફ્ટમાં ફસાયેલા નાના છોકરાએ પ્રાર્થના કરતાં જ દરવાજો ખુલી ગયો હતો.
ADVERTISEMENT
A little boy got stuck in an elevator and softly prayed, “Lord, please open the door. I’m a little scared, but I know You’re with me.” 🙏
— Restoring Your Faith in Humanity (@HumanityChad) October 27, 2025
Such innocent faith, it truly melts your heartpic.twitter.com/ZJZ3a5U1zW
લિફ્ટમાં ફસાયો છોકરો
ADVERTISEMENT
એક હૃદયદ્રાવક વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાનો છોકરો લિફ્ટમાં એકલો ફસાયેલો દેખાય છે, જે ધીમે ધીમે પ્રાર્થના કરી રહ્યો છે જેનો જવાબ તરત જ મળી જાય છે. વાયરલ સીસીટીવી ફૂટેજમાં, લિફ્ટમાં ફસાયેલો ડરી ગયેલો છોકરો કહેતો સાંભળી શકાય છે, "પ્રભુ, કૃપા કરીને દરવાજો ખોલો. મને ડર લાગે છે, પણ મને ખબર છે કે તમે મારી સાથે છો. થોડીવાર પછી, જાણે ચમત્કારિક રીતે, લિફ્ટનો દરવાજો ખુલી જાય છે અને છોકરો બહાર આવી જાય છે.
વધુ વાંચો : 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી આ મોટી ગિફ્ટ, જગતના તાતમાં વ્યાપી ખુશાલી
ADVERTISEMENT
લોકો છોકરા પર ઓવારી ગયા
આ ટૂંકી પણ શક્તિશાળી ક્લિપે લાખો લોકોના દિલ જીતી લીધા છે, લોકોએ તેને નિર્દોષતા અને શ્રદ્ધાનું સુંદર પ્રદર્શન ગણાવ્યું છે. ઘણા યૂઝર્સે ભયની સ્થિતિમાં બાળકની પ્રસંશા પણ કરી હતી. તેની પ્રાર્થના વિશ્વાસ અને શ્રદ્ધાના સ્તરને પ્રતિબિંબિત કરે છે જે પુખ્ત વયના લોકો ઘણીવાર ભૂલી જાય છે. આ વિડિયો ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ તે X (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે પ્રસારિત થયો છે, જેને લાખો વ્યૂઝ મળ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.