બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Viral / Video: જોઇ લો, કળિયુગી વહુનો રાક્ષસી અવતાર! વાળ પકડીને સાસુમાંને માર્યો ઢોર માર
Last Updated: 03:01 PM, 7 July 2025
Viral Video : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી માનવતાને હચમચાવી નાખે તેવો એક વીડિયો સામે આવ્યો છે. અહીં કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરમ કોલોનીમાં એક સોફ્ટવેર એન્જિનિયર પુત્રવધૂએ તેની 60 વર્ષની સાસુને નિર્દયતાથી માર માર્યો છે. આ ઘટના 1 જુલાઈની છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં પુત્રવધૂ આકાંક્ષા પહેલા તેની સાસુ સુદેશ સાથે દુર્વ્યવહાર કરે છે અને પછી તેના પર થપ્પડ વરસાવે છે. એટલું જ નહીં તે સુદેશનાને વાળ પકડીને ફ્લોર પર ખેંચી જાય છે અને લાતો અને મુક્કાઓથી માર મારતી રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુદેશના પતિ સત્યપાલ સિંહ દિલ્હીના કેન્દ્રીય વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક છે.
ADVERTISEMENT
પીડિત સસરાએ જણાવ્યું કે, તેમનો એકમાત્ર દીકરો ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયર છે. તેના લગ્ન બે વર્ષ પહેલા આકાંક્ષા સાથે થયા હતા. તે દિવસે આકાંક્ષાએ ઘરેથી કામ કરતી વખતે તેની માતાને ઘરે બોલાવી અને બંનેએ સુદેશને ઘેરી લીધા. જ્યારે વૃદ્ધ સાસુએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હિંસા વધુ વધી ગઈ. સત્યપાલ સિંહનો આરોપ છે કે, જ્યારે તેણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પુત્રવધૂએ તેને ધમકી આપી અને રસોડામાંથી છરી ઉપાડી લીધી. તે કોઈક રીતે રૂમમાંથી ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. સસરાના જણાવ્યા મુજબ આકાંક્ષા ઘણીવાર એમ કહીને દબાણ કરતી હતી કે તેના પિતા દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે અને તે કોઈને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.
गाजियाबाद में सॉफ्टवेयर इंजीनियर बहु ने सास को गिरा गिरा के मारा।
— VIVEK YADAV (@vivek4news) July 7, 2025
समाज कहां जा रहा है रिस्तों की कदर खत्म हो गई है @ghaziabadpolice @ghazipurpolice pic.twitter.com/kZlCYx8xgN
ADVERTISEMENT
આકાંક્ષા અને તેની માતા વિરુદ્ધ FIR દાખલ
ADVERTISEMENT
ઘટના પછી તરત જ પરિવારે કવિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી પરંતુ છ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. અંતે જ્યારે સીસીટીવી ફૂટેજ પણ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે આકાંક્ષા અને તેની માતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી. સ્ટેશન ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર કલમ 323, 504, 506 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, બંને આરોપી મહિલાઓને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને પુરાવાના આધારે ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.