ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિગ્ગજ ધારાસભ્યનું 67 વર્ષની વયે થયું નિધન, લાંબા સમયથી હતા બિમાર

દુખદ / દિગ્ગજ ધારાસભ્યનું 67 વર્ષની વયે થયું નિધન, લાંબા સમયથી હતા બિમાર

Published By: Priykant Shrimali

Last Updated: 10:11 AM, 20 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLA Passes Away : 2017ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેમણે ખુલ્લેઆમ બળવો કરીને અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યા હતા, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

MLA Passes Away : ઉત્તર પ્રદેશની રાજનીતિને આજે એક મોટો ઝટકો લાગ્યો. મઉ જિલ્લાના ઘોસી વિધાનસભા બેઠકના સમાજવાદી પાર્ટીના તીખા અને નિડર અવાજ તરીકે ઓળખાતા સુધાકર સિંહનું લખનૌની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે નિધન થયું. છેલ્લા ઘણા સમયથી લીવર અને કિડની સંબંધિત ગંભીર બીમારીઓથી પીડાતા સુધાકર સિંહ માત્ર 58 વર્ષના હતા. તેમના અવસાનથી સપા પરિવાર જ નહિ પૂર્વાંચલની રાજનીતિ પણ શોકમાં ડૂબી ગઈ છે.

જાહેર જીવન સાથે અતૂટ જોડાણ

સુધાકર સિંહ કોઈ સામાન્ય રાજકારણી નહોતા તેઓ લોકોની વચ્ચે રહેતા, તેમના પ્રશ્નો માટે ખુલ્લેઆમ લડતા અને પોતાની સ્પષ્ટવક્તા માટે જાણીતા હતા. તેમની રાજકીય યાત્રા હંમેશાં પડકારોથી ભરેલી રહી પરંતુ દરેક પડકારમાં તેમની લડાયક ભાવના અને જનહિત માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાતી હતી.

કેટલાક દિવસ પહેલા તેઓ દિલ્હીમાં માફિયા-પોલિટિક્સમાં જાણીતા મુખ્તાર અંસારી પરિવારની સાથે એક કુટુંબીય પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યાંથી પરત ફરતા જ તેમની તબિયત બગડવા લાગી જેના કારણે તેમને લખનૌમાં દાખલ કરાયા. બે દિવસ સુધી ચાલેલા સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સુધાકર સિંહે મધુબન અને ઘોસીબન્ને મતવિસ્તારોમાં પોતાનું પ્રભાવ સ્પષ્ટ રીતે બતાવ્યું હતું. જાહેર મુદ્દાઓ પર વાણી ઉઠાવવાના કારણે તેમના પર અનેક કેસ થયા હતા અને તેમને ઘણી વખત જેલ પણ ભોગવવી પડી હતી.

મુલાયમ સિંહ સામે બળવો-લડાયક સ્વભાવનું પ્રતીક

2017ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમ સિંહ યાદવ દ્વારા ટિકિટ ન મળતા તેમણે ખુલ્લેઆમ બળવો કરીને અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યા હતા. પછી જ્યારે પાર્ટીના બંને ખૂણાઓ મુલાયમ અને અખિલેશવચ્ચે સમાધાન થયું ત્યારે તેઓ ફરીથી સપામાં પાછા ફર્યા. આ ઘટના તેમના સિદ્ધાંતવાદ અને અડગ સ્વભાવનું સાક્ષાત્કાર કરાવતી હતી.

આ પણ વાંચો : નીતિશ કુમાર પહેલીવાર માત્ર 7 દિવસ માટે બન્યા હતા CM, જાણો 'સુશાસન બાબુ'ક્યારે-ક્યારે બન્યા મુખ્યમંત્રી

2023 ની પેટાચૂંટણી પૂર્વાંચલમાં “શેર-એ-ઘોસી” ની ગર્જના

2023ની ઘોસી પેટાચૂંટણી સુધાકર સિંહના રાજકીય કારકિર્દીનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. યોગી સરકારની સંપૂર્ણ મશીનરી સામે તેમણે પ્રચંડ લડત આપી અને ભાજપ ઉમેદવાર દારા સિંહ ચૌહાણને લગભગ 50,000 મતોના વિશાળ અંતરથી પરાજય અપાવ્યો. આ જીત માત્ર રાજકીય જીત નહોતી તે પૂર્વાંચલની જનતા દ્વારા તેમને મળેલાં સન્માન અને પ્રેમનો પ્રતિક હતી. તેમનો સીધો, નિડર અને જનપક્ષીય સ્વભાવને કારણે તેમને "શેર-એ-ઘોસી" ઉપનામ મળ્યું હતું.

સપા પરિવારમાં શોકની લાગણી

સપા પ્રમુખ અખિલેશ યાદવએ તેમના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરતાં કહ્યું “સુધાકર ભાઈ માત્ર નેતા નહોતા, તેઓ અમારા પરિવારના સભ્ય હતા. તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકશે નહીં. આજે સમાજવાદી આંદોલનનો એક યોદ્ધા વિદાય પામ્યો છે.”

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sudhakar Singh death MLA Sudhakar Singh Uttar Pradesh

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ