બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / એક ભ્રષ્ટ, બીજો મહાભ્રષ્ટ... કેરળમાં બોલ્યા પીએમ મોદી- જનતા LDF-UDFની 'ડબલ ગેમ'થી કંટાળી
Last Updated: 05:27 PM, 29 March 2026
PM Modi: કેરળમાં પલક્કડમાં એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેરળના લોકોએ LDF અને UDF દ્વારા આપવામાં આવેલા વાયદાઓ પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં પરિવર્તનનું વાતાવરણ છે અને ભાજપ-એનડીએને સમર્થન વધી રહ્યું છે. પીએમ મોદીએ બંને ગઠબંધન પર વોટ બેંકની રાજનીતિ રમવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ભાજપ સરકાર બનતા કેરળમાં ઝડપી વિકાસ થશે.
ADVERTISEMENT
કેરળના પલક્કડમાં એક વિશાળ જાહેર રેલીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના રાજકારણમાં મોટા પરિવર્તન માટે બ્યુગલ વગાડ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અહીંના લોકો હવે LDF અને UDFના પોકળ વચનોથી કંટાળી ગયા છે. પલક્કડના રસ્તાઓ પર દેખાતો ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીંનું વાતાવરણ હવે એક મોટા 'આંદોલન', એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.
પીએમ મોદીએ કેરળના રાજકારણ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે દાયકાઓથી રાજ્ય સ્વાર્થી રાજકારણના બે ચહેરાઓ વચ્ચે ફસાયેલું છે. એક તરફ કમ્યુનિટ્સ (LDF) અને બીજી તરફ કોંગ્રેસ (UDF). તેમના મતે એક ભ્રષ્ટ છે, બીજો મહાભ્રષ્ટ. એક સાંપ્રદાયિક અને બીજો મહાસાંપ્રદાયિક. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને ગઠબંધનોની નીતિઓ ફક્ત વોટબેંકના હેતુઓ માટે હોય છે અને તેમને કેરળના વિકાસ માટે કોઈ ચિંતા નથી.
ADVERTISEMENT
કોંગ્રેસ અને કમ્યુનિસ્ટો દ્વારા રમાતી બેવડી રમત પર કટાક્ષ કરતા પ્રધાનમંત્રીએ જનતાને આગાજ કર્યા, તેમણે કહ્યું, "આજકાલ આ બંને પક્ષો એક નવો પ્રોંપેગેંડા ચલાવી રહ્યા છે. કમ્યુનિસ્ટ કહે છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે, જ્યારે કોંગ્રેસ કહે છે કે કમ્યુનિસ્ટ ભાજપની B ટીમ છે. આનો સીધો અર્થ એ થયો કે બંનેએ સ્વીકાર્યું છે કે ભાજપ કેરળમાં અસલી અને એકમાત્ર ટીમ છે."
પોતાની વાત આગળ કરતા તેમણે કહ્યું કે આ બંને પક્ષો દિલ્હીમાં INDI ગઠબંધનના ભાગ રૂપે સાથે ફરે છે અને ભૂતકાળમાં સરકારો પણ ચલાવી ચૂક્યા છે, પરંતુ જ્યારે તેઓ કેરળ આવે છે, ત્યારે તેઓ એકબીજીના વિરોધીઓ હોવાનો ડોળ કરે છે. વધુમાં તેમણે કટાક્ષમાં કહ્યું કે એલડીએફએ રાજ્યની અર્થવ્યવસ્થાને એટલી હદે બરબાદ કરી દીધી છે કે સરકાર પાસે તેના કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૂરતા પૈસા નથી.
ADVERTISEMENT
યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોની સલામતી અંગે એક મોટું નિવેદન
ભાષણ દરમિયાન પીએમ મોદીએ એક ખૂબ સંવેદનશીલ મુદ્દા પર પણ વાત કરી. તેમણે કહ્યું, "આખી દુનિયા હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ પર નજર રાખી રહી છે. અમારી સરકાર ભારત પર આ યુદ્ધની અસર ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે." તેમણે યાદ અપાવ્યું કે કેરળના ઘણા લોકો તે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ "ભાજપ લોકોને માછલી, માંસ અને ઈંડા...", પશ્ચિમ બંગાળની ચૂંટણી રેલીમાં મમતા બેનર્જીના આકરા પ્રહાર
ADVERTISEMENT
તેમણે ખાતરી આપી કે યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ તે દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે સતત સંપર્કમાં છે. વડા પ્રધાનના મતે બધા દેશો ત્યાં ફસાયેલા ભારતીયોની સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, અને ભારતીય દૂતાવાસ પણ આ માટે દિવસ-રાત કામ કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એનડીએ સરકાર માટે આપણા ભાઈ-બહેનોના હિતોનું રક્ષણ કરવું સર્વોપરી છે, જ્યારે આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસનું નિવેદન અત્યંત ખતરનાક અને બેજવાબદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.