બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બાળકોના ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટનું સખત વલણ, કેન્દ્રને પૂછ્યું - શું દેશમાં સક્રિય છે કોઈ મોટું નેટવર્ક?

આદેશ / બાળકોના ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટનું સખત વલણ, કેન્દ્રને પૂછ્યું - શું દેશમાં સક્રિય છે કોઈ મોટું નેટવર્ક?

Published By: Vidhata Gothi

Last Updated: 06:09 PM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે દેશભરમાં બાળકોના ગુમ થવા અંગે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે પૂછ્યું છે કે શું આ ઘટનાઓ પાછળ કોઈ સંગઠિત નેટવર્ક છે.

દેશના અલગ-અલગ ભાગોમાં ગુમ થયેલા બાળકોની વધતી સંખ્યા અંગે સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને મહત્ત્વના સવાલ પૂછ્યા. બાળકોના ગુમ થવાના અહેવાલોને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે તપાસ કરે કે આ પાછળ કોઈ દેશવ્યાપી નેટવર્ક તો નથી ને! કોર્ટે કહ્યું કે તપાસ કરો કે શું આખા દેશમાં આવું કોઈ નેટવર્ક છે કે પછી કોઈ રાજ્યમાં જ આવું ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં બાળકોના ગુમ થવાના અહેવાલો ઘણા વધારે સામે આવ્યા હતા.

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઇયાંએ કહ્યું કે એ તપાસ કરવાની જરૂર છે કે આવી ઘટનાઓ પાછળ કોઈ એક જ પેટર્ન છે કે પછી આવી ઘટનાઓનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તે તમામ રાજયોમાંથી આવી ઘટનાઓની વિગતો ભેગી કરે.

કેન્દ્ર સરકાર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કોર્ટને જણાવ્યું કે કેટલાક રાજ્યોએ ગુમ થયેલા બાળકો સંબંધિત ડેટા આપી દીધો છે, પરંતુ લગભગ એક ડઝન રાજ્યોએ હજુ સુધી ડેટા આપ્યો નથી. તેમણે કહ્યું કે કે જ્યાં સુધી બધા રાજ્યો પાસેથી સંપૂર્ણ માહિતી ન મળે ત્યાં સુધી કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે. આ પછી બેંચે ઐશ્વર્યા સોલિસિટર ભાટીને કહ્યું - "અમે એ જાણવા માંગીએ છીએ કે શું આ પાછળ કોઈ રાષ્ટ્રવ્યાપી નેટવર્ક છે કે પછી રાજ્ય સ્તરે જ આવું થઈ રહ્યું છે. શું કોઈ પેટર્ન છે કે પછી આ ઘટનાઓની એકબીજા સાથે કોઈ કનેક્શન નથી."

vtv app promotion

કોર્ટે એવું પણ સૂચન કર્યું કે જે બાળકોને અપહરણથી બચાવવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરીને એ તપાસ કરવામાં આવે કે આ ઘટનાઓ માટે કોણ જવાબદાર છે. સાથે જ કોર્ટે ડેટા ન આપનારા રાજ્યો સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે જો જરૂર પડી તો કડક આદેશો પણ આપી શકાય છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અમે પ્રયાસો શરૂ કરી દીધા છે અને બધા રાજ્યો પાસેથી ડેટાની ડિમાન્ડ કરવામાં આવી છે. આ મામલે એક NGO દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી, અને કોર્ટે તેની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: વિપક્ષ લાવ્યો ઓમ બિરલાને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો આવું પહેલા ક્યારે થયું છે?

દર 8 મિનિટે બાળક ગુમ થવા અંગેની જાણકારી

9 ડિસેમ્બરના રોજ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે છેલ્લા છ વર્ષનો દેશભરનો ડેટા એકત્રિત કરે. આનાથી ખબર પડશે કે કેટલા બાળકો ક્યાંથી ક્યારે કિડનેપ થયા છે. ગૃહ મંત્રાલયને આદેશ આપ્યો હતો કે દેશવ્યાપી ડેટા એકત્રિત કરવામાં આવે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સમગ્ર ડેટા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે. ગયા વર્ષે 18 નવેમ્બરના રોજ એક રિપોર્ટ આવ્યો હતો કે દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે અને આ એક ગંભીર મુદ્દો છે. આના પર કોર્ટે કહ્યું હતું કે આ મામલાની જટિલતાને ધ્યાનમાં રાખીને સરકારે ડેટા એકત્રિત કરવો જોઈએ અને પછી યોગ્ય મિકેનિઝમ તૈયાર કરવામાં આવે જેથી આવા કેસનો યોગ્ય રીતે ઉકેલ આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nationwide Missing Children Network Missing Children Network Supreme Court

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ