બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:22 PM, 12 September 2025
Project 75I: ભારતીય નૌકાદળની તાકાત અને સ્ટ્રેન્થ વધારવા માટે મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) એ સબમરીન પ્રોજેક્ટ-P75 (I) પર વાતચીત શરૂ કરી દીધી છે. 23 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ પ્રોજેકટ માટે ભાગીદારી શક્ય બની છે. સંરક્ષણ મંત્રાલય અને MDL ને 70000 કરોડ રૂપિયાની 'પ્રોજેક્ટ 75 ઇન્ડિયા' યોજના હેઠળ જર્મની સાથે સહયોગમાં છ આધુનિક સબમરીનના નિર્માણ પર કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં વિશ્વના ટોચના 10 જહાજ નિર્માણ દેશોમાં અને 2047 સુધીમાં ટોચના 5 જહાજ નિર્માણ દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખે છે. VOC પોર્ટ ખાતે દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અને અનેક નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
મંત્રાલયે 16 જાન્યુઆરી 2025 ના રોજ આ પ્રોજેક્ટ માટે MDL ની બિડ ખોલી હતી. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે. રાજ્ય માલિકીની મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ અને તેના ટેકનિકલ પાર્ટનર જર્મન કંપની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS) સાથે આ બહુ-અરબ ડોલરની સબમરીન ડીલમાં મુખ્ય દાવેદાર તરીકે ઉભરી આવી છે. સંરક્ષણ મંત્રાલયે જાન્યુઆરીમાં જ MDL અને TKMS ના પ્રસ્તાવને પસંદ કર્યો હતો. જે હેઠળ છ સબમરીન એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ હશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
એક મીડિયા ઇન્ટરવ્યુમાં થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ (TKMS) ના CEO એ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ-75 (I) સબમરીન પ્રોજેક્ટ માટે કંપનીને ભારતીય કંપનીઓના ટેકનિકલ ભાગીદાર તરીકે પસંદ કરવામાં આવી છે. તેમના મતે આ ભાગીદારી એક એવી ઇકોસિસ્ટમ બનાવશે જે આગામી વર્ષોમાં ભારતને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવશે.
THREAD: India’s ₹70,000 crore Project 75(l) will produce 6 #AIP #submarines. These will bring significant improvements in endurance and stealth across the Indo-Pacific. They will be a real boost for the #Navy. Let’s dive in.#IndianNavy pic.twitter.com/l25SuXzHaB
— Netram Defence Review (@NetramDefence) September 12, 2025
ADVERTISEMENT
સંરક્ષણ મંત્રાલય અને ઇંડિયન નેવીનું આગામી છ મહિનામાં કોન્ટ્રાક્ટને લગતી વાતચીત પૂરી કરીને અંતિમ મંજૂરી મેળવવાનું લક્ષ્ય રાખે છે. આ સાથે ભારત બે પરમાણુ હુમલો સબમરીનના નિર્માણ તરફ પણ આગળ વધી રહ્યું છે. જેમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને સબમરીન કન્સ્ટ્રક્શન સેન્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
એક્સપર્ટ માને છે કે આ પહેલ ભારત માટે નૌકાદળના આધુનિકીકરણ, મેડ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અને સ્વદેશી તકનીકી ક્ષમતા વિકસાવવા તરફ એક મોટી છલાંગ છે. જર્મની માટે તે એશિયાના સૌથી મોટા પરંપરાગત સબમરીન કાર્યક્રમમાં સહકારનું પ્રતીક છે. તાજેતરના ઉચ્ચ-સ્તરીય સંવાદ પછી TKMS, MDL અને ભારતીય પ્રતિનિધિઓએ સંરક્ષણ ક્ષેત્રમાં પરસ્પર સહયોગને મજબૂત બનાવવા અને ભારતના નૌકાદળ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ કર્યો. TKMS નો ઉદ્દેશ્ય સબમરીન ડિઝાઇન સંબંધિત મુખ્ય જ્ઞાન ભારતમાં ટ્રાન્સફર કરવાનો છે. જ્યારે MDL આ ટેકનિક પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં સ્વદેશી સબમરીન વિકસાવવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
India is set to approve 26 new naval platforms, 17 warships & 9 submarines, worth over ₹2.4 lakh CR. These are in addition to the 61 vessels already under construction.
— Defence Core (@Defencecore) July 8, 2025
Project 75-I – ₹70,000 Cr
• 6 advanced AIP submarines
• In final cost negotiation stage
Project 17B –… pic.twitter.com/OwTAw3BkGF
ADVERTISEMENT
વધુ વાંચો: નેપાળ હિંસા ચરમસીમાએ! બેકાબૂ ભીડે હોટલને ભડકે બાળતા UPના કપલે છલાંગ લગાવી, પત્નીનું મોત

સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.