બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:36 PM, 2 February 2026
National News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર વાત થઈ છે. આ માહિતી ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે શેર કરી છે.
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંબંધોનો એક ભાગ માનવામાં આવે છે. આ જાણકારી સર્જિયો ગોરે પૂરી પાડી હતી.
President Trump just spoke with Prime Minister Modi. STAY TUNED… pic.twitter.com/IFcxrJj04m
— Ambassador Sergio Gor (@USAmbIndia) February 2, 2026
ADVERTISEMENT
ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ અને મધ્ય એશિયા માટેના ખાસ દૂત સર્જિયો ગોરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની વાતચીતની વિગતો શેર કરી હતી. જોકે બંને નેતાઓ વચ્ચે કઇ બાબતે ચર્ચા થઇ તેની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ગત ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓની છેલ્લી મુલાકાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે. આ એક વર્ષમાં ઘણું બદલાયું છે. ઘણા કઠોર નિવેદનો આવ્યા, ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.
ADVERTISEMENT
પરંતુ દાવોસમાં પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી તેમના ખૂબ સારા મિત્ર છે અને ભારત સાથે ખૂબ જ સારી ડીલ ટૂંક સમયમાં થશે. તેમણે ભારતની મુલાકાતનો પણ સંકેત આપ્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ એર ઈન્ડિયાના વિમાનમાં આવી ફ્યુલ સ્વિચની ખામી, ઉડાણ પહેલા રોકી દેવાઈ ફ્લાઈટ
તમને જણાવી દઇએ કે સર્જિયો ગોરે માહિતી શેર કરી તે પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના પ્રસિદ્ધ સ્મારક ઇન્ડિયા ગેટની તસવીર પોસ્ટ કરી પ્રશંસા કરી હતી. સાથે ટ્રમ્પે લખ્યું, "ભારતનો સુંદર વિજય દ્વાર. આપણો દ્વાર તે બધામાં મહાન હશે!"
ADVERTISEMENT
આ પહેલા વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા વર્ષે 10 ડિસેમ્બરે ફોન પર છેલ્લી વાર વાત કરી હતી. આ સમય દરમિયાન ટેરિફ પર ચર્ચા થઈ હતી. ટેરિફ અંગે બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી ફોન વાતચીત હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.