બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: જે ભારત આવવાની છે, એજ બુલેટ ટ્રેનમાં PM મોદીએ કરી સવારી, મળ્યા ભારતીય ડ્રાઇવરોને
Last Updated: 11:54 AM, 30 August 2025
PM Modi Japan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના બે દિવસના પ્રવાસે છે. વડાપ્રધાન મોદી અહીં ભારત-જાપાન મિત્રતાનો નવો અધ્યાય લખી રહ્યા છે. આજે પીએમ મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ છે.
ADVERTISEMENT
Reached Sendai. Travelled with PM Ishiba to this city on the Shinkansen.@shigeruishiba pic.twitter.com/qBc4bU1Pdt
— Narendra Modi (@narendramodi) August 30, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જાપાન મુલાકાતના બીજા દિવસે શનિવારે તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. જેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરતા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી, જુઓ વીડિયો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 30, 2025
જાપાનમાં મોદી બુલેટ ટ્રેન જોવા પહોંચ્યા, VIDEO:PM ઈશિબા સાથે કોચમાં મુસાફરી કરી, ટ્રેનિંગ લઈ રહેલાં ભારતીય ડ્રાઇવરોને મળ્યા; આ જ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે#PMModiInJapan #IndiaJapanTies… pic.twitter.com/HGwCQ9IzNB
વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન બંનેએ જાપાનના ટોક્યોથી સેન્દાઈ શહેર સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી સવારી કરી. આ દરમિયાન, હાઇ સ્પીડ ટ્રેને 370 કિમીનું અંતર 1.33 કલાકમાં કાપી લીધું. દરમિયાન વડાપ્રધાન મોદીએ પૂર્વ જાપાન રેલ્વે કંપનીમાં ટ્રેનિંગ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઇવરો સાથે મુલાકાત કરી. આની પણ તસવીરો સામે આવી છે. વડાપ્રધાન મોદી જાપાનના પીએમ સાથે બુલેટ ટ્રેનની અંદર બેઠા છે. આસપાસ ઘણા અધિકારીઓ પણ છે.
ADVERTISEMENT
モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ તેમના X એકાઉન્ટ પર આ મુસાફરીની તસવીરો શેર કરીને લખ્યું, 'વડાપ્રધાન મોદી સાથે સેન્દાઈની યાત્રા. ગઈકાલ રાતથી ચાલુ રાખીને હું તમારી સાથે કારમાં રહીશ.' તેમણે નવી ALFA-X ટ્રેનનું પણ નિરીક્ષણ કર્યું અને 'JR East' તરીકે પણ ઓળખાતી પૂર્વ જાપાન રેલ્વે કંપનીના પ્રમુખે તેમને બુલેટ ટ્રેન વિશે માહિતી આપી.
ADVERTISEMENT
JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
જાપાનના વડાપ્રધાને X પર ટ્રેનની અંદરની તસવીરો શેર કરીને લખ્યું, 'નવી ALFA-X ટ્રેનને બારીમાંથી જોઈ અને JR Eastના પ્રમુખે મને તેના વિશે માહિતી આપી.' હાલમાં જાપાનમાં ઘણા ભારતીય ટ્રેન ડ્રાઇવરો હાજર છે. તેઓ હાલમાં જાપાનમાં JR East સાથે ટ્રેનિંગ લઈ રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: આ દારૂમા ડોલ છે શું? જેની PM મોદીને અપાઇ જાપાનમાં ભેટ, કહેવાય છે લકી ચાર્મ
ADVERTISEMENT
જ્યારે વડાપ્રધાન મોદી શનિવારે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા, ત્યારે આ બધા ભારતીય ટ્રેન ડ્રાઇવરો તેમના સ્વાગત માટે પહેલેથી જ કતારમાં ઉભા હતા. વડાપ્રધાન મોદીએ ડ્રાઇવરો સાથે મુલાકાત કરી તેમની સાથે ફોટો પણ પડાવ્યા. આજે વડાપ્રધાન મોદીનો જાપાન પ્રવાસનો છેલ્લો દિવસ છે. વડાપ્રધાન મોદીની જાપાન યાત્રાના બીજા દિવસે જાપાની પીએમ સાથે લંચ કરશે. આ સાથે તેઓ ઇલેક્ટ્રોન ફેક્ટરીની મુલાકાત પણ લેશે. આ પછી, તેઓ બપોરે 2.15 વાગ્યે જાપાનથી સીધા SCO સમિટ માટે ચીન જવા રવાના થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.