ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'કોઈ ખામી હતી કે નહીં? અજિત પવારના પ્લેન ક્રેશમાં વિમાન માલિકનો મોટો ખુલાસો

ઘટસ્ફોટ / 'કોઈ ખામી હતી કે નહીં? અજિત પવારના પ્લેન ક્રેશમાં વિમાન માલિકનો મોટો ખુલાસો

Published By: Priyankka Triveddi

Last Updated: 02:56 PM, 28 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Dada Pawar: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારજે પ્લેનમાં હતા તે પ્લેનના માલિકે આ દુર્ઘટના અંગે એક મોટો ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT

Ajit Dada Pawar News: એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. જે પ્લેનમાં તેઓ સવાર હતા તે પ્લેન 35 મિનિટ સુધી આકાશમાં ઊડ્યાં પછી લેન્ડિંગ દરમિયાન તેમના ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું. ફ્લાઇટ ઊડી તેની 35 મિનિટ સુધી બધુ બરાબર હતું. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવારના બે પર્સનલ અધિકારીઓ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 6 લોકોના જીવ ગયા છે.

અજીત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી પ્રચાર માટે આજે બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે એપ્રોચ કરી રહ્યું હતું. પહેલીવારમાં પાઇલટને રનવે સ્પષ્ટ દેખાયો નહીં તેથી તે વિમાનને ફરીથી ઊંચાઈ પર લઈ ગયો. આ ઉપરાંત પણ જે રનવે પર ફ્લાઇટ લેન્ડ થવાની હતી તે સાંકડો હોવાનું પણ કારણ સામે આવ્યું છે.

જો કે મળતી માહિતી મુજબ પાયલોટનો પહેલો પ્રયત્ન નિષ્ફળ રહ્યા બાદ બારામતીના રનવે પર ફરીથી લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને ક્રેશ થઈ ગયું હતું. તેના તરત જ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. એવી પણ માહિતી મળી છે કે લેન્ડિંગ દરમિયાન પાઇલટે કોઈ ઈમરજન્સી સિગ્નલ આપ્યું નહોતું. જો કે આ ઘટના સમયે બારામતીના ફ્લાઈંગ ક્લબમાં કોઈ વિમાન ઉડાન પર નહોતું.

વધુ વાંચો: PHOTOS : અજિત પવારના પ્લેન ક્રેશના જુઓ ભયાનક ફોટા, જોઈને છળી મરાશે

vtv app promotion

'અનુભવી પાયલોટ ઉડાવી રહ્યા હતા ફ્લાઇટ ' વી.કે. સિંહ

બારામતી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અજીત પવાર જે ચાર્ટર્ડ પ્લેનમાં સફર કરી રહ્યા હતા તે દિલ્હીની VSR Ventures Pvt Ltd નામની એક ચાર્ટર કંપનીનું હતું. આ ચાર્ટર્ડ પ્લેનનું નામ Learjet 45XR છે અને તેના માલિક વી. કે. સિંહે આ દુર્ઘટના પર દુખ અને શોક વ્યક્ત કર્યો છે. VSR ના માલિક સિંહનું કહેવું છે કે આ ઘટના ખૂબ દુર્ભાગ્ય પૂર્ણ છે. અને આ દુખના સમયમાં અમે પરિવારની સાથે છીએ. દુર્ઘટના વિશે તેમણે કહ્યું કે આ પ્લેનમાં કોઈ નહોતી. આ પ્લેનને અનુભવી પાયલોટ ઉડાવી રહ્યા હતા. જે બે પાયલોટ આ ફ્લાઇટમાં સવાર હતા તે બંને પાસે પૂરતા ફ્લાઈંગ અવર્સનો અનુભવ હતો છતાં આ દુર્ઘટના કેમ થઈ તેનું ટેકનિકલ કારણની તપાસ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Aviation Department Maharashtra Air Craft Owner

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ