ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રેન્કિંગમાં ભારતનો પાસપોર્ટ બન્યો વધારે મજબૂત, હવે 55 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો રેન્ક

Passport Ranking 2026 / રેન્કિંગમાં ભારતનો પાસપોર્ટ બન્યો વધારે મજબૂત, હવે 55 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી, જાણો રેન્ક

Published By: Vidhata Gothi

Last Updated: 09:01 AM, 15 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passport Ranking 2026: દર વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્કિંગ જારી કરવામાં આવે છે. આ વર્ષે પણ પાસપોર્ટ રેન્કિંગ જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં એશિયાઈ દેશોનો દબદબો વધ્યો છે, તો અમેરિકા અને બ્રિટન જેવા દેશોનું રેન્કિંગ ઘટ્યું છે.

ADVERTISEMENT

Henley Passport Index Ranking 2026: હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે 2026માં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026નો લેટેસ્ટ રિપોર્ટ વૈશ્વિક ગતિશીલતા અને રાજદ્વારી સંબંધોના બદલાતા સ્વરૂપને પ્રદર્શિત કરે છે. આ ઇન્ડેક્સ ફક્ત પ્રવાસનના દ્રષ્ટિકોણથી જ મહત્ત્વપૂર્ણ નથી, દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને તેના નાગરિકોને મળતી સ્વતંત્રતાઓને પણ માપે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ લંડન સ્થિત વૈશ્વિક નાગરિકતા અને રહેઠાણ સલાહકાર ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં 227 દેશો અને પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા છે.

આ ઇન્ડેક્સમાં જે દેશોના નાગરિકોને સૌથી વધુ દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી મળે છે, તે દેશો રેન્કિંગમાં ટૉપ પર છે, જ્યારે જે દેશોના નાગરિકોને સીમા પર સૌથી વધુ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, તેવા દેશો સૌથી નીચે છે. આ વર્ષના રેન્કિંગમાં એશિયન દેશોનો દબદબો છે, જ્યારે પશ્ચિમી શક્તિઓ, ખાસ કરીને અમેરિકા અને બ્રિટનના રેન્કિંગમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. 2026ના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ રેન્કિંગમાં સમાન સ્કોર ધરાવતા ઘણા દેશોને એક જ સ્થાને રાખવામાં આવ્યા છે.

સિંગાપોરનો પાસપોર્ટ સૌથી પાવરફૂલ

હેનળી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ટોપના ત્રણ પાસપોર્ટ એશિયન દેશોના છે. આ ઇન્ડેક્સમાં સિંગાપોરનો પાસપોર્ટ ફરી એક વાર સૌથી શક્તિશાળી પાસપોર્ટ બની ગયો છે. સિંગાપોરના પાસપોર્ટધારકને 192 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે. જ્યારે ઇન્ડેક્સમાં બીજા નંબરે જાપાન અને સાઉથ કોરિયા બંને દેશોના પાસપોર્ટ છે. જાપાન અને સાઉથ કોરિયન પાસપોર્ટ ધારકોને 188 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે. ટોચના ત્રણ સ્થાનો પર એશિયન દેશોની હાજરી સાબિત કરે છે કે વૈશ્વિક શક્તિનું કેન્દ્ર ધીમે ધીમે પૂર્વ તરફ સરકી રહ્યું છે.

vtv app promotion

યુરોપિયન દેશોનું વર્ચસ્વ

રેન્કિંગમાં યુરોપિયન દેશોનું વર્ચસ્વ હજુ પણ જળવાઈ રહ્યું છે. ત્રીજા નંબરે પાંચ યુરોપિયન દેશો - ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ છે, જેના નાગરિકો 186 દેશોમાં વિઝા-ફ્રી ટ્રાવેલ કરી શકે છે. ચોથા નંબરે 185 સ્કોર સાથે યુરોપના 10 દેશોને સ્થાન મળ્યું છે - જેમાં ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આયર્લેન્ડ, ઇટલી, નેધરલેન્ડ અને નોર્વે સામેલ છે. જ્યારે પાંચમા નંબરે પાંચ દેશો છે, જેમનો સ્કોર 184 છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં હંગેરી, પોર્ટુગલ, સ્લોવાકિયા, સ્લોવેનિયા અને સંયુક્ત આરબ અમીરાત પાંચમા સ્થાને છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સના 20 વર્ષના ઇતિહાસમાં આ સંયુક્ત આરબ અમીરાત (UAE)નું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

અમેરિકા અને બ્રિટનનો ઘટી રહ્યો છે દબદબો

ઇન્ડેક્સની સૌથી ચોંકાવનારી વાત છે અમેરિકા અને બ્રિટનના રેન્કીંગમાં સતત ઘટાડો. બ્રિટન હાલમાં 182 પોઇન્ટ્સ સાથે સાતમા સ્થાને છે, જેણે ગયા વર્ષે આઠ દેશોમાં વિઝા-ફ્રી ઍક્સેસ ગુમાવી દીધી છે. દરમિયાન, અમેરિકા 179 પોઈન્ટ સાથે દસમા સ્થાને પહોંચી ગયું છે. નિષ્ણાતો માને છે કે અમેરિકાની આક્રમક વિદેશ નીતિ અને કડક ઇમિગ્રેશન નિયમોના કારણે ઘણા દેશો અમેરિકન નાગરિકોને આપવામાં આવતા લાભોમાં ઘટાડો કરી રહ્યા છે.

આ પણ વાંચો: 'ઈરાન તરત છોડી દો' બગડી રહેલી સ્થિતિની વચ્ચે ભારતીયોને વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત 80મા સ્થાને છે. ભારતીય પાસપોર્ટ ધારકોને 55 દેશો અને સ્થળોએ વિઝા-ફ્રી અને વિઝા-ઓન-અરાઇવલ એક્સેસ મળે છે. રેન્કિંગમાં ભારત આ સ્થાન આફ્રિકન દેશો અલ્જેરિયા અને નાઈજીરિયા સાથે શેર કરે છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશની સ્થિતિ

ભારતના પડોશી દેશોમાં, બાંગ્લાદેશ 95મા સ્થાને છે, અને પાકિસ્તાન 98મા સ્થાને છે. યમન પણ પાકિસ્તાન સાથે 98મા સ્થાને છે. દરમિયાન, પાકિસ્તાનથી નીચે ફક્ત ત્રણ દેશો છે - ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાન. આ ત્રણેય દેશો સૌથી નબળા પાસપોર્ટવાળા દેશોની લિસ્ટમાં સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Henley Passport Index Ranking 2026 Worlds Most Powerful Passports Henley Passport Index 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ