બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:03 PM, 16 January 2026
BJP National President Election Declared: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થશે. ભાજપના કેન્દ્રીય ચૂંટણી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, 19 જાન્યુઆરીએ નૉમિનેશન પત્ર દાખલ કરવામાં આવશે, જ્યારે 20 જાન્યુઆરીએ નવા અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
જાહેર કરાયેલા શેડ્યૂલ પ્રમાણે, સોમવારે 19 જાન્યુઆરી 2026એ બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. આ પછી તરત જ, બધા નૉમિનેશનનું વેરિફિકેશન કરવામાં આવશે, જે પ્રક્રિયા સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે થશે. આ પછી, નૉમિનેશન પાછા ખેંચવાનો સમય પણ એ જ દિવસે નક્કી કરવામાં આવ્યો છે. સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં નૉમિનેશન પાછા ખેંચી શકાશે. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી દ્વારા તે જ દિવસે સાંજે 6.30 વાગ્યે એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવશે, જેમાં ચૂંટણી પ્રક્રિયાની સ્થિતિ અને આગળની કાર્યવાહીની વિગતો આપવામાં આવશે.
Nominations for BJP presidential election to be filed on 19th January. Official announcement/voting (if necessary) to be held on 20th January. pic.twitter.com/xJHIzsPy89
— ANI (@ANI) January 16, 2026
ADVERTISEMENT
માહિતી પ્રમાણે, જો પાર્ટીના અધ્યક્ષ પદ માટે એક કરતાં વધારે દાવેદાર ઉમેદવારી નોંધાવે છે તો 20 જાન્યુઆરીએ મતદાન કરાવવામાં આવશે. મતદાન અને સત્તાવાર જાહેરાતનો સમય સવારે 11.30 થી બપોરે 1.30 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. જો કે જો માત્ર એક જ ઉમેદવાર નૉમિનેશન નોંધાવે છે તો એ જ દિવસ સર્વસંમતિથી તેમના નામની જાહેરાત કરી દેવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માટે ભાજપના શાસનવાળા રાજ્યોમાંથી મુખ્યમંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ ચૂંટણી પ્રક્રિયા પક્ષના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા અને આગામી રાજકીય પડકારો માટે નેતૃત્વને તૈયાર કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT

અગાઉ, બિહારના પાંચ વખતના ધારાસભ્ય નિતિન નબીનને 14 ડિસેમ્બરે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીન આ પદ માટેના મુખ્ય દાવેદાર છે અને તેમના બિનહરીફ ચૂંટાઈ આવવાની સંપૂર્ણ સંભાવના છે. નૉમિનેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ જેપી નડ્ડા પ્રસ્તાવક તરીકે હાજર રહી શકે છે. જો 46 વર્ષીય નિતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય છે તો તેઓ ભાજપના ઇતિહાસના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. નિતિન નબીનનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દિલ્લી-ન્યૂયોર્ક જતી ફ્લાઈટના એન્જિનમાં બેગેજ કન્ટેનર ફસાયું, મુસાફરોનો થયો આબાદ બચાવ
ડિસેમ્બર 2025માં કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી, નિતિન નબીને સંગઠનને મજબૂત બનાવવા પર બહાર આપવાનું શરૂ કરી દીધું હતું. ખાસ કરીને બૂથ સ્તરે તેમણે સખત મહેનત કરી. હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેમની સામે ઘણા પડકારો હશે, જે પક્ષની વ્યૂહરચના, ચૂંટણી પ્રદર્શન અને ભવિષ્યને અસર કરશે. રાજ્યની ચૂંટણીઓ પછી, તેમની વાસ્તવિક કસોટી 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીના સમયે થશે. આ ચૂંટણી જેપી નડ્ડાના લાંબા કાર્યકાળ પછી સંગઠનમાં મોટા ફેરફારનો સંકેત છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
ક્રાંતિકારી પરિવર્તન / મોંઘા પેટ્રોલની ચિંતા નહીં! ભારતમાં 100 ટકા ઈથેનોલ ઈંધણને મળી કાનૂની મંજૂરી,ગડકરીનું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.