બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'નથી લઈ આપવોને? તો જોઈ લેજો', મજૂરીયા પિતાએ આઈફોન ન લઈ આપતાં છોકરાએ ગળેફાંસો ખાધો

ચિંતાનો વિષય / 'નથી લઈ આપવોને? તો જોઈ લેજો', મજૂરીયા પિતાએ આઈફોન ન લઈ આપતાં છોકરાએ ગળેફાંસો ખાધો

Hiralal Parmar

Last Updated: 12:37 PM, 24 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતાએ આઈફોન ન લઈ આપતાં એક છોકરાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું.

છોકરાઓ નાની નાની વાતમાં આપઘાત જેવું ગંભીર પગલું ભરી રહ્યાં છે. સોશિયલ મીડિયાના જમાનામાં આ ટ્રેન્ડ ખતરનાક બની રહ્યો છે અને તેમાંય લોકોને જ્યારથી આઈફોનનું ઘેલું લાગ્યું છે ત્યારથી પરિસ્થિતિ વણસી છે. તાજો કિસ્સો બિહારનો છે જ્યાં મજૂરી કરી રહેલા પિતાએ આઈફોન ન લઈ આપતાં એક છોકરાએ આપઘાત કરી લીધો હતો. મજૂરીયા પિતાએ આઈફોન ન લઈ આપતાં છોકરાએ તેમને જોઈ લેવાની પણ ધમકી આપી હતી પરંતુ તે વખતે ખબર નહોતી કે છોકરો આવું અંતિમ પગલું ભરશે.

પૈસા ન હોવાથી પિતાએ આઈફોન લેવાની ના પાડી

પુત્રના મૃત્યુ બાદ પરિવારના સભ્યોમાં કોહરામ મચ્યો છે. ખગડિયામાં માનસી એરિયામાં એક સગીર છોકરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક નિખિલ પંકજ કુમાર સિંહનો 16 વર્ષનો પુત્ર હતો. પંકજ કુમાર મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે. નિખિલ છેલ્લા કેટલાક દિવસોથી આઇફોન ખરીદવાનો આગ્રહ કરી રહ્યો હતો પરંતુ પિતા છોકરાને આઈફોન લઈ આપે તેવી સ્થિતિમાં નહોતા આથી તેમણે આઈફોન લઈ આપવાની ના પાડી હતી. આથી નારાજ છોકરાએ મરવાનો નિર્ણય લઈ લીધો હતો. જે પછી તેણે પોતાના ઘરની નજીક આવેલા ચિકન ફાર્મમાં ટુવાલ વડે લટકીને આત્મહત્યા કરી લીધી.

વધુ વાંચો : બસમાં બેસવાનું, મોહક સ્મિત સાથે રુપકડી 'બસ હોસ્ટેસ' નાસ્તાની ડિશ લઈને આવશે, ડિટેલ્સ જાણીને બુક કરાવી દેશો

સમાચાર મળતાં પરિવારે કર્યું આભ ચીરી નાખતું રુદન

નિખિલના મોતના સમાચાર આપવામાં આવતાં પરિવારના સભ્યો શોકમાં સરી પડ્યાં હતા જે પછી તેના બચવાની આશા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. જ્યાં ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. મૃતક ઇન્ટરમીડિયેટનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. તે તેના બે ભાઈઓમાં સૌથી મોટો હતો. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે. પોલીસ પોલીસ સ્ટેશનમાં UD કેસ નોંધીને ઘટનાની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bihar i phone death bihar
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ