ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ભારત-પાકિસ્તાન મેચ પર ભાજપના નેતા એવું તો શું બોલ્યા કે, કરવી પડી સ્પષ્ટતા

નિવેદન / VIDEO: ભારત-પાકિસ્તાન મેચ પર ભાજપના નેતા એવું તો શું બોલ્યા કે, કરવી પડી સ્પષ્ટતા

Published By: Vidhata Gothi

Last Updated: 01:28 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કાર્યક્રમ દરમિયાન ભાજપના સાંસદ રાકેશ સિંહાને એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વિશે સવાલ પૂછવામાં આવ્યો. જેના જવાબ પર હવે સોશિયલ મીડિયામાં હોબાળો થઈ ગયો છે.

ADVERTISEMENT

દિલ્હીના મિરાન્ડા હાઉસ કોલેજમાં એક કાર્યક્રમ દરમિયાન, એશિયા કપ 2025 પર એક સવાલે મોટો વિવાદ ઉભો કરી નાખ્યો. ભાજપના નેતા રાકેશ સિંહાને પૂછવામાં આવ્યું કે જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન સરકારે કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે ન વહી શકે, તો હવે પાકિસ્તાન સાથે ક્રિકેટ કેમ રમાઈ રહી છે? આના પર તેમણે જે જવાબ આપ્યો, તેનાથી લોકો નારાજ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો.

આ સવાલના જવાબમાં રાકેશ સિંહાએ કહ્યું હતું કે અમે લોહી અને પાણી કહ્યું હતું, ક્રિકેટ નહીં. તેમનો કહેવાનો અર્થ હતો કે સ્પોર્ટ્સ, આર્ટ અને કલ્ચર પર કોઈ એક દેશનો અધિકાર નથી હોતો, પરંતુ આખી દુનિયાનો અધિકાર હોય છે. તેમણે કહ્યું હતું કે ક્રિકેટ માત્ર રમતગમતનો ભાગ છે અને તેને રાજકારણ સાથે જોડવું જોઈએ નહીં.

vtv app promotion

રાકેશ સિંહાએ નિવેદન પર આપી સ્પષ્ટતા

વધતા વિવાદને જોઇને હવે રાકેશ સિંહાએ સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પરના મારા મંતવ્યને લઈને કેટલીક ગેરસમજો ઉભી થઈ ગઈ. વાસ્તવમાં મારા છેલ્લા મંતવ્યને વીડિયોમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને બોલવામાં થયેલી કેટલીક ભૂલોને કારણે પણ આ મૂંઝવણ ઊભી થઈ ગઈ. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે રમતગમત અને કલાને રાજકારણથી અમે ઉપર રાખીએ છીએ, પરંતુ આતંકવાદી પાકિસ્તાનના સંબંધમાં આ એક અપવાદ છે, તેથી આ ક્રિકેટ મેચ ન થવી જોઈએ. મારી વ્યક્તિગત ક્ષમતામાં, હું નથી ઇચ્છતો કે આ મેચ થાય, પરંતુ વીડિયોનો એક ખાસ ભાગ પ્રસારિત કરવામાં આવ્યો જે પોસ્ટ-ટ્રુથનું એક સારું ઉદાહરણ છે.

આ પણ વાંચો: ઇન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ ન કરી શકી, મહિલા સાંસદ સહિત 151 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

રાકેશ સિંહાના નિવેદનનો સોશિયલ મીડિયા પર લોકોએ સખત વિરોધ કર્યો. ઘણા લોકોએ તેમના પર પોતાના નિવેદનથી પલટવાનો આરોપ પણ લગાવ્યો. કેટલાક લોકોએ કહ્યું કે શહીદોના પરિવારોની લાગણીઓને અવગણવામાં આવી રહી છે. જયારે અન્ય લોકોએ આને રાજકારણ અને સંવેદનશીલ મુદ્દાઓને હળવાશથી લેવાની વાત કહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Ind vs Pak BJP Rakesh Sinha

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ