બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મંદિર ટ્રસ્ટને ઈમેઈલ મળતા હડકંપ

BIG NEWS / અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મંદિર ટ્રસ્ટને ઈમેઈલ મળતા હડકંપ

Last Updated: 05:41 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને યુપીના અનેક જિલ્લાઓના ડીએમને ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં તેમને રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. અયોધ્યા સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ અયોધ્યા, બારાબંકી અને ચંદૌલીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ઉત્તરપ્રદેશમાં આજે ફરી ધમકીઓ ભર્યા મેઈલ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. જી હાં અયોધ્યામાં રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ મેઇલમાં રામ મંદિરની સુરક્ષા વધારવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ધમકીભર્યા મેઈલમાં લખ્યું હતું, મંદિરની સુરક્ષા વધારો. જેના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટા ષડયંત્રની ધમકી આપવામાં આવી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. હાલમાં અયોધ્યા, બારાબંકી, ચંદૌલી અને અન્ય સંબંધિત જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

army-2

સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

આવા ધમકીભર્યા મેઈલ મળતાની સાથે અયોધ્યામાં સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું અને વિગતવાર સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તો બીજી તરફ બારાબંકી, ચંદૌલી જેવા અન્ય જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા કારણ કે આ જિલ્લાઓના ડીએમને પણ મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીભર્યા મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યા છે. હવે સાયબર સેલે આ મેઇલ્સની તપાસ શરૂ કરી દીધી છે, જેથી મેઇલ મોકલનારની ઓળખ કરી શકાય.

MAIL NEW LOGO

મેઇલ તમિલનાડુથી મોકલવામાં આવ્યો

કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકીભરી મેઇલ મળ્યા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક અસરથી સક્રિય થઈ ગઈ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમને બોલાવવામાં આવી અને આખી બિલ્ડીંગની તપાસ કરવામાં આવી. ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટના સત્તાવાર મેઇલ આઈડી પર ચંદૌલી કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. આ મેઇલ તમિલનાડુના રહેવાસી ગોપાલ સ્વામી નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. પરંતુ રાહતની વાત એ હતી કે શોધખોળ દરમિયાન કોઈ વિસ્ફોટક કે અન્ય કોઈ શંકાસ્પદ સામગ્રી મળી ન હતી. ત્યારે જ કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો.

ચંદૌલી જિલ્લા મેજિસ્ટ્રેટ જણાવ્યા અનુસાર, આ મેઇલ ગોપાલ સ્વામી નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તમિલનાડુમાં કોઈ સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેના કારણે ચંદૌલીના કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. હાલમાં કલેક્ટર કચેરીમાં સંપૂર્ણ શોધખોળ અને તપાસ બાદ કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. સવારે ઈમેલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે આજે ચંદૌલી કલેક્ટર કચેરીમાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે.

વધુ વાંચો : આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી

આ પાછળ તેમણે તમિલનાડુ સાથે સંબંધિત કેટલાક કારણો આપ્યા. તે વ્યક્તિએ તેમને આપેલું સરનામું પણ તમિલનાડુનું હતું અને આ મુદ્દો પણ તમિલનાડુનો રાજકીય મુદ્દો હતો. પરંતુ તેમ છતાં સાવચેતી રાખીને સમગ્ર કલેક્ટર કચેરીની તપાસ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમે પણ આવીને તપાસ કરી હતી જો કે આ તપાસ દરમિયાન કંઈ મળ્યું નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Threatening Ayodhya RamMandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ