બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી

હવામાન / આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, કેટલો પડશે વરસાદ? આવી ગઈ IMDની પહેલી મોટી આગાહી

Last Updated: 04:25 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે 2025ના ચોમાસાને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105 ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી.

અલ નીનોની અસર નહીં

ભારતીય હવામાન વિભાગ (IMD) ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચાર મહિનાના ચોમાસા ઋતુ (જૂનથી સપ્ટેમ્બર) દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝનમાં સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે. તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે.

તીવ્ર ગરમીની ચેતવણી

દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે. આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે.

ખેડૂતો માટે રાહતરુપ

ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon 2025 prediction 2025 Monsoon prediction Monsoon 2025 news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ