બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:17 PM, 28 January 2026
Baramati plane crash : અજીત પવારના નિધન બાદ હવે તેમના અંતિમ સંસ્કારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. આ દુર્ઘટનાએ માત્ર મહારાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશને શોકમાં મૂક્યો છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતીમાં કરવામાં આવશે. રાજકીય સૂત્રો મુજબ તેમના અંતિમ સંસ્કારમાં PM મોદી ઉપસ્થિત રહી શકે છે. જોકે આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
ગુરુવારે સવારે 11.00 વાગ્યે થશે અજિત પવારના અંતિમ સંસ્કાર, પીએમ મોદી રહી શકે હાજર | VTV Digital #AjitPawar #LastRites #maharashtra #baramati #PMModi #Maharashtra #IndianPolitics #StateFuneral #ncp #amithsha #vtvdigital pic.twitter.com/gwXmwUUgT8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 28, 2026
કેવી રીતે થયો અકસ્માત?
ADVERTISEMENT
બુધવારે સવારે અંદાજે 8:45 વાગ્યે અજિત પવારનું ચાર્ટર વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ માટે આવી રહ્યું હતું. તે સમયે વિમાન અચાનક ક્રેશ થયું. ક્રેશ-લેન્ડિંગ દરમિયાન વિમાનને ભારે નુકસાન પહોંચ્યું અને દુર્ઘટના સ્થળ પર જ આગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ વિમાનમાં અજિત પવાર ઉપરાંત એક PSO, એક એટેન્ડન્ટ અને બે ક્રૂ સભ્યો હાજર હતા. દુર્ભાગ્યવશ આ તમામ 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
જુઓ કેવી રીતે પ્લેન ક્રેશ થયું? અજિત પવારના પ્લેન ક્રેશની ઘટનાના CCTV આવ્યા #Maharashtra #AjitPawar #PlaneIncident #PlaneCrash #MaharashtraNews #BreakingNews #EmergencyLanding #VTVDigital #Reels #Shorts pic.twitter.com/7mQU6obTcG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 28, 2026
ADVERTISEMENT
આ દુર્ઘટનાની ખબર સામે આવતા જ રાજકીય જગતમાં શોકની લહેર દોડી ગઈ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે બારામતી પહોંચી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બારામતીની મુલાકાત લઈ શકે છે.

ADVERTISEMENT
અકસ્માતની તપાસની માંગ
NCP (અજિત જૂથ) ના મુખ્ય પ્રવક્તા બ્રજ મોહન શ્રીવાસ્તવે આ દુર્ઘટનાની સંપૂર્ણ અને પારદર્શક તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે અકસ્માત કેવી રીતે થયો તે અંગે દેશને સ્પષ્ટ માહિતી મળવી જોઈએ. કોંગ્રેસ સહિત અનેક રાજકીય નેતાઓએ પણ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'કોઈ ખામી હતી કે નહીં? અજિત પવારના પ્લેન ક્રેશમાં વિમાન માલિકનો મોટો ખુલાસો
AAIB કરશે તપાસ
ADVERTISEMENT
વિમાન દુર્ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ ટૂંક સમયમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત તમામ પાસાઓની તપાસ કરશે. સાથે સાથે DGCA ની ટીમ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.