બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:37 PM, 21 March 2026
Raghuram Rajan : મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વિશ્વભરમાં ચિંતા વધી રહી છે. આ તરફ રઘુરામ રાજન દ્વારા આપવામાં આવેલી ચેતવણી પછી આ મુદ્દો વધુ ગંભીર બની ગયો છે. તેમણે સૂચવ્યું છે કે જો ઈઝરાયેલ-ઇરાન તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ પહેલાથી જ વધીને $119 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જો યુદ્ધ વધુ સમય ચાલશે, તો આ ભાવ $150 થી $200 સુધી જઈ શકે છે. આવું થાય તો માત્ર ઊર્જા બજાર જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર તેનો મોટો પ્રભાવ પડશે.
ADVERTISEMENT
હોર્મુઝ સ્ટ્રેટનું મહત્વ
Strait of Hormuz વિશ્વ માટે એક મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ છે. અહીંથી વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 15-20% પસાર થાય છે. હાલની પરિસ્થિતિમાં અહીં ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેના કારણે તેલ સપ્લાય પર અસર પડી રહી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે, તો સપ્લાય વધુ ઘટશે અને ભાવમાં તેજી આવશે.
ADVERTISEMENT

વૈશ્વિક અર્થતંત્ર પર અસર
ADVERTISEMENT
ઊંચા તેલના ભાવનો સીધો પ્રભાવ દરેક ક્ષેત્ર પર પડે છે. ટ્રાન્સપોર્ટ, ઉત્પાદન, એરલાઇન અને ફેક્ટરીઓ બધું જ ઊર્જા પર આધારિત છે. જ્યારે ઊર્જા મોંઘી બને છે, ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે અને આથી મોંઘવારીમાં વધારો થાય છે. આવી સ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો વૈશ્વિક મંદીનું જોખમ ઉભું થઈ શકે છે. ભારત તેની તેલ જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે, એટલે આ પરિસ્થિતિ તેનો વધુ પ્રભાવ પાડશે. તેલના ભાવમાં દર $10 નો વધારો ભારતના ચાલુ ખાતાની ખાધમાં મોટા પ્રમાણમાં વધારો કરે છે.
આ પણ વાંચો : ઈરાન વોર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં પણ વધારો,કિમતોમાં 22 રૂપિયાનો ઉછાળો
ADVERTISEMENT
આ તરફ જો ભાવ $150-200 સુધી પહોંચે તો રૂપિયો નબળો પડી શકે, મોંઘવારી વધી શકે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો થઈ શકે અને સામાન્ય લોકોના ખર્ચમાં વધારો થઈ શકે છે. જોકે આ પરિસ્થિતિ વિશે ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે, જો તણાવ વધતો રહેશે, તો તેની અસર વિશ્વના દરેક દેશ સુધી પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.