ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:42 PM, 5 December 2025
ADVERTISEMENT
Putin India visit : ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થાય તે પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિદિવસીય ભારત મુલાકાત શુક્રવારે રાજદ્વારી ભવ્યતા સાથે પૂર્ણ પરાકાષ્ઠાએ પહોંચી હતી. ગુરુવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ખાનગી રાત્રિભોજનથી શરૂ થયેલી આ મુલાકાતનો ઔપચારિક તબક્કો આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે પૂર્ણ રાજ્ય સન્માન સાથે શરૂ થયો.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય ભવ્ય સ્વાગત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ પુતિનનું પરંપરાગત સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિના અંગરક્ષક દળ, ઘોડેસવાર દળ, 21 તોપોની સલામી અને ત્રિ-સેવા ગાર્ડ ઓફ ઓનરે સમગ્ર સમારોહને ઐતિહાસિક ગૌરવ આપ્યું. પુતિને પરેડનું નિરીક્ષણ કર્યું અને ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનો સાથે પરિચય પણ કર્યો.
ADVERTISEMENT
સત્તાવાર પરિચય સત્ર દરમિયાન બંને દેશોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મુલાકાતો યોજાઈ. ત્રણેય અગ્રણી નેતાઓ-રાષ્ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન-એક સાથે ઉપસ્થિત રહ્યા જે ભારત-રશિયા દ્વિપક્ષીય સંબંધોની મજબૂત ગાંઠનું પ્રતિનિધિત્વ કરે છે.
દિલ્હી સજ્જ-કુટનીતિનો ઉત્સવ
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ભવનથી રાજઘાટ સુધીના સમગ્ર વિસ્તારમાં ભારતીય અને રશિયન ધ્વજનું શણગાર જોવા મળ્યું. આ મુલાકાતને વૈશ્વિક સ્તરે ભારત-રશિયા સંબંધો માટે એક મહત્વપૂર્ણ મીલના પથ્થર તરીકે જોવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનારી વાટાઘાટોમાં રક્ષણ સહકાર, ઊર્જા, વેપારને 2030 સુધી $100 બિલિયન સુધી લઈ જવાનો લક્ષ્ય, તેમજ અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા યોજાવાની હતી. દોઢ ડઝન જેટલા સરકાર-થી-સરકાર અને વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ADVERTISEMENT
યુક્રેન સંકટને લઈ PM મોદીની સ્પષ્ટતા
હૈદરાબાદ હાઉસ ખાતેની દ્વિપક્ષીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ યુક્રેન સંકટ અંગે પોતાના સ્પષ્ટ અને સંતુલિત વિચારો વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે, યુક્રેન કટોકટી શરૂ થયા ત્યારથી સતત વાતચીત ચાલી રહી છે. અમે ઘણી વાર આ મુદ્દે ચર્ચા કરી છે, અને મને વિશ્વાસ છે કે, દુનિયા ફરી શાંતિ તરફ પાછી ફરશે. સંવાદ દ્વારા જ ઉકેલ શક્ય છે. વિશ્વવ્યાપી અનિશ્ચિતતા વચ્ચે પીએમ મોદીના આ નિવેદનને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ટ્રાવેલ બેગ્સનો ઢગલો, એરપોર્ટ પર લાંબી કતાર, આજે ફરી 400થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ
પુતિને રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
ADVERTISEMENT
રાજકીય કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિ પુતિન રાજઘાટ પહોંચ્યા જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું અને રાજઘાટની પરંપરાઓ અંગે માર્ગદર્શન આપ્યું. પુતિને સમાધિ પર રશિયન ધ્વજના રંગોથી શણગારેલું ચક્ર અર્પણ કર્યું માથું નમાવી સન્માન વ્યક્ત કર્યું અને ત્યારબાદ ગુલાબની પાંખડીઓ અર્પી. અંતમાં મુલાકાત રજીસ્ટરમાં પોતાના વિચારો પણ નોંધ્યા જે રાજઘાટ પર પ્રતિષ્ઠિત મહેમાનો માટેની પરંપરા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT