બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:50 AM, 5 December 2025
IndiGo Flights Cancelled : દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા કેટલાંક દિવસોથી ગંભીર કામગીરીના સંકટમાંથી પસાર થઈ રહી છે. માત્ર આજે જ શુક્રવારે દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ્સ પર 400થી વધુ ફ્લાઇટ્સ રદ થતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. થોડા દિવસો પહેલા 500થી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. એરલાઇનની કામગીરીમાં આવેલા આ વિક્ષેપને કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે, ટિકિટ રદ્દ થઈ રહી છે, અને સોશિયલ મીડિયામાં નારાજગીની લહેર ફાટી નીકળી છે.
ADVERTISEMENT
શું કહ્યું ઇન્ડિગોએ?
ઇન્ડિગોનું કહેવું છે કે, છેલ્લા બે દિવસમાં તેનું નેટવર્ક “નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયું” છે. એરલાઇનનું જણાવવું છે કે, 8 ડિસેમ્બરથી કોઈ ફ્લાઇટ વિલંબ નહીં રહે. 10 ફેબ્રુઆરી 2026 સુધી સ્થિર કામગીરી પૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવાની આશા છે.
ADVERTISEMENT
The last two days have seen widespread disruption across IndiGo’s network and operations. We extend a heartfelt apology to all our customers and industry stakeholders who have been impacted by these events. IndiGo teams are working diligently and making all efforts with the…
— IndiGo (@IndiGo6E) December 4, 2025
વિક્ષેપનું મુખ્ય કારણ : FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન) નિયમોનો બીજો તબક્કો, અને તેની યોજના બનાવવામાં થયેલી ખામી
ADVERTISEMENT
#BREAKING: All Indigo flights departing from Delhi Airport on 5th December have been cancelled till 12 midnight.#Indigoairlines #Indigo #FlightCancellations https://t.co/JyEMVkwneD pic.twitter.com/SHwni1gHCe
— Ravindra Upadhyay (@Ravindrau07) December 5, 2025
ADVERTISEMENT
મુંબઈ એરપોર્ટ
ADVERTISEMENT
બેંગલુરુ એરપોર્ટ
ADVERTISEMENT
હૈદરાબાદ
પુણે
તિરુવનંતપુરમ
દિલ્હી એરપોર્ટની પેસેન્જર એડવાઇઝરી
દિલ્હી એરપોર્ટે મુસાફરોને ચેતવણી આપી : ઓપરેશનલ સમસ્યાઓને કારણે કેટલીક domestic ફ્લાઇટ્સ મોડી અથવા રદ થઈ રહી છે. મુસાફરો એરપોર્ટ જવા પહેલા ફ્લાઇટ સ્ટેટસ ચેક કરે.
વિક્ષેપનું મુખ્ય કારણ શું?
ઈન્ડિગો પર તાજેતરમાં લાગુ થયેલા FDTL (Flight Duty Time Limit) ધોરણોનો સૌથી મોટો પ્રભાવ છે.
નવા નિયમોમાં શું બદલાયું?
આ બદલાવ પાઈલટ્સ અને ક્રૂને આરામ મળે તે માટે જરૂરી હતા, પરંતુ એરલાઇન્સે પૂરતું આયોજન ન કરવાથી રોસ્ટરમાં વિક્ષેપ સર્જાયા.

ઇન્ડિગો સૌથી વધુ કેમ પ્રભાવિત થયું?
ઇન્ડિગો રોજના 2200 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે-એર ઇન્ડિયા કરતાં લગભગ દેવાની બમણી. માત્ર 10–20% ફ્લાઇટ્સ પણ મોડી પડે અથવા રદ થાય તો 200–400 ફ્લાઇટ્સ પ્રભાવિત થાય છે. ઇન્ડિગો ઘણી રાત્રિ કામગીરી પર આધાર રાખે છે, જ્યારે નવા નિયમો આને નિયંત્રિત કરે છે. રોસ્ટરો સમયસર અપડેટ ન કરવા બદલ Airline Pilots Association of India એ એરલાઇનની ટીકા પણ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.