બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:00 PM, 29 April 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. સવારથી જ લગભગ તમામ મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પહોંચી રહ્યા છે. દરમિયાન ડાયમંડ હાર્બર મતવિસ્તાર હેઠળ આવતા ફાલ્ટામાં ભાજપે ઇવીએમ પર ભાજપના વિકલ્પ સામે ટેપ લાગેલી હોવાની ફરિયાદ કરી છે. તેના જવાબમાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે જે મતદાન મથકોમાં કોઈપણ ઇવીએમ બટન પર ટેપ મળી આવશે તો ત્યાં ફરીથી મતદાન કરવામાં આવશે. વિવાદ વધ્યા પછી ઘણા મતદાન મથકો પર મતદાન સ્થગિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સીઈઓએ કહ્યું, "જો કોઈપણ બટન પર ટેપ લગાવવામાં આવ્યા હોવાની વાત આવશે તો તેની તપાસ કરવી જોઈએ અને નોંધ લેવી જોઈએ. જો સાચું જણાય તો તે બૂથ પર ફરીથી મતદાન કરવામાં આવશે." આજે વહેલી સવારે પશ્ચિમ બંગાળના ભાજપના સહ-પ્રભારી અમિત માલવિયાએ આરોપ લગાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ફાલ્ટાના અનેક મતદાન મથકો પર મતદારોને પક્ષના ઉમેદવાર પસંદ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ઘણા બૂથ પર, ભાજપના વિકલ્પો કથિત રીતે ટેપથી અવરોધિત કરવામાં આવ્યા હતા. તેમણે આને ડાયમંડ હાર્બર મોડેલ ગણાવ્યું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીથી મતદાન કરાવવાની માંગ કરી.
જોકે તૃણમૂલ કોંગ્રેસે ભાજપના સિબોલ પર ટેપ લગાવવાના દાવાને ફગાવી દીધો છે. તેણે કહ્યું કે ભાજપ બિનજરૂરી હોબાળો મચાવી રહી છે કારણ કે તે ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે. ભાજપે એક વીડિયો બતાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇવીએમ પર ભાજપના વિકલ્પો પર ટેપ લગાવવામાં આવી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લા હેઠળ આવતા ડાયમંડ હાર્બરને મમતા બેનર્જીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. "જહાંગીર ખાનની તરફેણમાં બોલતી વખતે મમતા બેનર્જી આ વાતનો બચાવ કરી રહી હતી. ઘણા મતદાન મથકો પર ભાજપને મત આપવાનો વિકલ્પ ટેપ લગાવી બ્લોક કરી દેવાયો છે, જે મતદારોને તેમની પસંદગીનો ઉપયોગ કરતા અટકાવે છે. માલવિયાએ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું, આ કહેવાતા 'ડાયમંડ હાર્બર મોડેલ' છે, તે જ પદ્ધતિ જેણે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને તેમની લોકસભા બેઠક સુરક્ષિત કરવામાં મદદ કરી હતી"
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / ''...તો હું જાતે જ તેને મારી નાખું'', સોનમને જામીન મળતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી રાજાની માં
ADVERTISEMENT
ભાજપે ડાયમંડ હાર્બરમાં ટીએમસીના વર્તમાન ધારાસભ્ય પન્ના લાલ હલદર સામે દીપક કુમાર હલદરને મેદાનમાં ઉતાર્યા છે. આ બીજી વખત છે જ્યારે બંને આમને-સામને થયા છે. છેલ્લી ચૂંટણીમાં પન્ના લાલ હલદરએ ભાજપના ઉમેદવારને 16,996 મતોના માર્જિનથી હરાવ્યા હતા. દરમિયાન પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 142 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં 39.97 ટકા મતદાન થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.