બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સફેદ પાણીમાં નાખ્યો કાળો કાગળ અને બની ગઈ 500ની નોટ, ચોંકાવનારું સામે આવતાં દેશમાં ચકચાર
Last Updated: 08:23 AM, 13 October 2025
રાજસ્થાનના અજમેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અજમેરમાં સફેદ પાણીમાં નાખ્યો કાળો કાગળ નાખીને 500ની નકલી નોટો બનાવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે નકલી 500 રૂપિયાની નોટો બનાવવાના આરોપમાં ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. યુવાનો પાસેથી 500 રૂપિયાની નોટોના કદના કાગળના ત્રણ બંડલ મળી આવ્યા હતા, જે જપ્ત કરવામાં આવ્યા છે અને ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસને શું મળ્યો હતો રિપોર્ટ
હકીકતમાં અજમેર પોલીસને એક ખાનગી રિપોર્ટ મળ્યો હતો કે જેમાં જણાવાયું હતું કે અજમેરની આસપાસ કેમિકલમાં કાગળો નાખીને 500 રુપિયાની નકલી નોટો બનાવાઈ રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર, એકધારા 5 દિવસના વધારા બાદ ભાવમાં મોટો ઘટાડો
આરોપીઓ કેવી રીતે બનાવતા હતા નકલી નોટો
ADVERTISEMENT
પોલીસે ખુલ્લા પાડેલા આ કૌભાંડમાં આરોપીઓ સફેદ પાણીમાં કાળો કાગળ નાખીને 500ની નોટો બનાવતા હતા. હકીકતમાં પોલીસે કારના વેચાણની નકલી કહાની ઘડીને આ કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે કાર વેચવાને બહાને હું નકલી ગ્રાહક બનીને ઈન્સાફ નામના એક શખ્સને મળ્યો ત્યારે તેણે મને સમજાવ્યું કે તેઓ નકલી નોટો બનાવી રહ્યાં છે ત્યાર બાદ તેણે કાળા કાગળના બંડલમાંથી કાગળનો કાળો ટુકડો કાઢ્યો અને નજીકના પ્લાસ્ટિકના કન્ટેનરમાં સફેદ પાવડરવાળા પાણીમાં ધોયો. અચાનક તે ટુકડો 500ની નોટ બની ગયો હતો. જ્યારે મેં ત્રણેય છોકરાઓની પૂછપરછ કરી, ત્યારે તેઓએ અન્ય લોકો સાથે આવી જ છેતરપિંડી કરવાની યોજના બનાવી હોવાનું કબૂલ્યું હતું. ત્યાર બાદ એટીએસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. ATS ટીમે ત્રણેય છેતરપિંડી કરનારાઓ પાસેથી 500 રૂપિયાની નોટો બનાવવા માટે વપરાતા કાગળના ત્રણ બંડલ, સફેદ પાવડર ધરાવતું પ્લાસ્ટિક કન્ટેનર, 13 500 રૂપિયાની નોટો અને બાઈક જપ્ત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.