ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / ભારત-અમેરિકાના સંબંધો વધુ બગડ્યા! ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પ્રવાસ રદ કર્યો: રિપોર્ટ

મોટા સમાચાર / ભારત-અમેરિકાના સંબંધો વધુ બગડ્યા! ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પ્રવાસ રદ કર્યો: રિપોર્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 09:12 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Donald Trump In India : આ રિપોર્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકન નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો કેવી રીતે "બગડ્યા" છે તેની વિગતો અપાઈ, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Donald Trump In India : અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફના સમાચારો વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે શનિવારે દાવો કર્યો છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ વર્ષના અંતમાં ક્વાડ સમિટ માટે ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવતા નથી. આ રિપોર્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકન નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો કેવી રીતે "બગડ્યા" છે તેની વિગતો આપવામાં આવી હતી.

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે 'નોબેલ પ્રાઇઝ એન્ડ અ ટેન્શન ફોન કોલ: હાઉ ટ્રમ્પ-મોદી રિલેશન્સ સ્ફોર્સ્ડ' શીર્ષકવાળા અહેવાલમાં NYT એ ટ્રમ્પના સમયપત્રકથી પરિચિત લોકોને ટાંકીને કહ્યું છે કે, મોદીને ક્વાડ સમિટ માટે આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવાનું કહ્યું પછી ટ્રમ્પ હવે ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવતા નથી. નોંધનિય છે કે, NYT ના આ દાવા પર અમેરિકા કે ભારત તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

રિપોર્ટ અનુસાર ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો ત્યારે બગડવા લાગ્યા જ્યારે ટ્રમ્પે વારંવાર કહ્યું કે, તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના સંઘર્ષનો ઉકેલ લાવી દીધો છે. ભારતે આ દાવાને નકારી કાઢ્યો અને સ્પષ્ટ કર્યું કે, યુદ્ધવિરામ ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત દ્વારા જ થયો હતો તેમાં અમેરિકાની કોઈ ભૂમિકા નહોતી.

ભારતે ટ્રમ્પના શાંતિ કરારના દાવાને ફગાવી દીધો

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 17 જૂને G7 સમિટમાંથી પરત ફરતી વખતે ટ્રમ્પે PM મોદી સાથે 35 મિનિટની ફોન વાતચીત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે ફરીથી દાવો કર્યો હતો કે, લશ્કરી તણાવ સમાપ્ત કરવાનો શ્રેય તેમને જાય છે અને એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનો પરોક્ષ અર્થ એ હતો કે, મોદીએ ટ્રમ્પને પણ નોમિનેટ કરવા જોઈએ. બીજી તરફ ભારત વારંવાર કહે છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી. ભારતે પણ ટ્રમ્પના હસ્તક્ષેપને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો : ઈઝરાયલના હુમલાથી હચમચી ઉઠ્યું યમન, એર સ્ટ્રાઈકમાં હુતીના વડાપ્રધાનનું મોત

આ અખબારે વધુમાં લખ્યું છે કે, મોદી દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર અને નોબેલ પુરસ્કારના મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કરવાથી બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તિરાડ વધુ ઘેરી બની. વ્હાઇટ હાઉસે પણ 17 જૂનના રોજ થયેલા કોલ વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી ન હતી જ્યારે ટ્રમ્પે 10 ​​મેથી જાહેર મંચો પર 40 થી વધુ વખત આ દાવાનું પુનરાવર્તન કર્યું છે કે, તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump Quad summit India

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ