બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / NASA says parker solar probe sets two new records of speed and distance near sun

અંતરિક્ષની દુનિયા / NASAના સૂર્યયાને સર્જ્યા બે મોટા રેકોર્ડ: જાણો ક્યારે અને કેવી રીતે, તેનાથી શું ફાયદો થશે?

Vaidehi

Last Updated: 05:38 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASAનાં સૂર્યયાન એટલે કે પાર્કર સોલાર પ્રોબે 2 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાં છે જેમાં પહેલો છે સૂર્યની સૌથી નજીક પહોંચવાનો અને બીજો છે અંતરિક્ષમાં સૌથી ઝડપથી ચાલતાં યંત્રનો!

  • NASAનાં પાર્કર સોલાર પ્રોબે 2 નવા રેકોર્ડ બનાવ્યાં
  • સૂર્યની સૌથી નજીક પહોંનારો પહેલો યાન બન્યો
  • અંતરિક્ષમાં સૌથી ઝડપથી દોડતા યંત્રનો પણ રેકોર્ડ બનાવ્યો

NASAનાં Parker Solar Probeએ સૂરજની ચારેય તરફ 17મો ચક્કર લગાડ્યો છે. આ દરમિયાન તેણે 2 નવા રેકોર્ડ બનાવ્યાં છે. પહેલો તો સૂરજની સૌથી નજીક પહોંચનારાં યાનનો રેકોર્ડ અને બીજો સૌથી વધારે ઝડપથી અંતરિક્ષમાં ચક્કર લગાડનારા યાનનો રેકોર્ડ!

2 રેકોર્ડસ બનાવ્યાં
પાર્કર સોલર પ્રોબ સૂરજની સપાટીથી માત્ર 72.60 લાખ કિલોમીટર દૂર છે. અત્યારસુધી સૂર્યની આટલી નજીક કોઈ નથી પહોંચી શક્યું. આ સિવાય પાર્કર સોલર પ્રોબ આ સમયે 6.35 લાખ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. અંતરિક્ષમાં આટલી ઝડપથી કોઈપણ યંત્ર આજ સુધી ચાલ્યું નથી.

શુક્ર ગ્રહએ મદદ કરી
આ યાત્રામાં પાર્કર સોલાર પ્રોબે શુક્ર ગ્રહની ગ્રેવિટીની મદદ લીધી હતી. તેણે 21 ઑગસ્ટ 2023નાં શુક્રની નજીકથી ફ્લાઈબાય કર્યું. શુક્ર ગ્રહનાં ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને પાર્કર સોલર પ્રોબ સૂરજની નજીક ગયો. એટલું જ નહીં તેજ ગતિથી ત્યાંથી નિકળી પણ ગયો. નાસાએ જણાવ્યું કે યાનનાં તમામ હિસ્સાઓ સલામત છે. તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. પ્રોબ 4થી 19 ઑક્ટોબરની વચ્ચે ધરતી પર પોતાના નવા રેકોર્ડનો ડેટા મોકલશે.

સૌર તૂફાનમાં પણ અટવાયો હતો પાર્કર
કેટલાક દિવસો પહેલા નાસાએ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં જોવા મળ્યું કે પાર્કર સોલાર પ્રોબે સૂરજથી નિકળતી સૌર લહેરને પણ પાર કરી લીધી છે. આ દરમિયાન તેના કેમેરાએ સૌર લહેરનો વીડિયો પણ ક્લિક કર્યો હતો. આ વીડિયોમાં જોવા મળ્યું કે કેવી રીતે પાર્કર સોલાર પ્રોબની સામેથી કોરોનલ માસ ઈજેક્શન પસાર થઈ રહ્યાં છે. જોન્સ હોપકિંગ એપ્લાઈડ ફિઝિક્સ લેબોરેટરી અનુસાર સૌર લહેર એટલે કે CME અનેક વખત શક્તિશાળી મેગ્નેટિક ફીલ્ડ પેદા કરે છે જે અરબો ટન પ્લાઝમા છોડે છે. ચોંકાવનારી વાત તો એ છે કે પાર્કર આ તમામ મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યું છે અને હાલમાં સુરક્ષિત અવસ્થામાં છે.

સૌર રજકણોની પણ કરશે સ્ટડી
પાર્કર સોલાર પ્રોબમાં ખાસ પ્રકારનાં હીટશીલ્ડ લાગેલા છે સાથે જ ઑટોનોમસ સિસ્ટમ છે જે તેને સૌર તોફાનોથી રક્ષણ આપે છે. પાર્કર જ્યારે સૌર તોફાનોનો સામનો કરે છે ત્યારે અંતરિક્ષમાં ઊડતી સૌર રજકણો વિશે પણ માહિતી મેળવે છે. આ સૌર રજકણો ગ્રહની ગ્રેવિટી, વાયુમંડળ અને મેગ્નેટિક ફીલ્ડ પર કઈરીતે અસર પહોંચાડે છે તે જાણવામાં પણ મદદરૂપ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ