બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Naroda murder case Naroda massacre verdict Naroda case judgment Maya Kodnani Babu Bajrangi

BIG BREAKING / નરોડા ગામ હત્યા કેસના તમામ આરોપીઓ નિર્દોષ જાહેર: કોર્ટની બહાર લાગ્યા જય શ્રી રામના નારા, આંસુ સાથે નીકળ્યા બહાર

Priyakant

Last Updated: 06:42 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં હત્યા કેસમાં તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યા કેસમાં કોર્ટે 86 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ત્યારે 21 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે.

ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે આજે સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ આજે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.

187 સાક્ષીઓની તપાસ પૂર્ણ
જોકે આ કેસમાં  ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયા હતા સ્પેશિયલ કોર્ટ સમક્ષ 7 વર્ષથી દલીલો ચાલી રહી હતી. આ મામલે ખાસ કોર્ટના જજ સુભદ્રા બક્ષીએ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત કેસમાં કુલ 258 સાક્ષીમાંથી 187 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. એટલું જ નહીં ઘટના બાદ પોલીસે સ્થળ પરથી 50થી વધુ આરોપીને દબોચી લીધા હતા. બાદમાં તબક્કાવાર રીતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગોધરાકાંડ સહિત 9 કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કરી હતી. જેનું સુપ્રીમકોર્ટના નિર્દેશથી ગઠન થયું હતું.  ખાસ વાત એ છે કે ગોધરાકાંડ બાદના 9માંથી 8 કેસના ચુકાદા આવી ચુક્યા છે.

 

શું હતો કેસ ?
નરોડા ગામ હત્યાકાંડનો કેસ ગોધરા કાંડ પછીના 9 મુખ્ય રમખાણ કેસ પૈકીનો 1 છે. ગોધરાકાંડ બાદ નરોડા ગામ ખાતે લઘુમતી સમાજના 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 82 લોકો વિરુદ્ધ ટ્રાયલ ચલાવવાઇ. ગુજરાત સરકારમાં ભાજપના પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. માયાબેન કોડનાની પણ આ કેસમાં આરોપી છે.27 ફેબ્રુઆરીના ગોધરાકાંડ બાદ બંધ દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા પાટિયા પાસે આવેલા નરોડા ગામમાં 11 મુસ્લિમોની હત્યા થઈ હતી અને પોલીસ ફરિયાદમાં 49 લોકો પર તેનો આરોપ હતો.

નરોડા ગામમાં પોલીસનો બંદોબસ્ત
નરોડા ગામમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 1 PI, 4 PSI સહિત 70 પોલીસ જવાન નરોડા ગામમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

આ કેસમાં આરોપીઓના નામ

  • સમીર હસમુખભાઈ પટેલ 
  • ખુશાલ પુંજાજી સોલંકી 
  • ઉકાજી ઉર્ફે બચુજી બાબાજી ઠાકોર 
  • દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઈ ઠાકોર 
  • બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર 
  • ચંદુજી ઠાકોર 
  • અજય રમણલાલ ખેતરા ધોબી 
  • સુનિલ ઉર્ફે ચંકી ગોપાલભાઈ નાયર 
  • દિનેશકુમાર રમણલાલ પટેલ 
  • નવીનભાઈ પ્રવીણભાઈ કડિયા 
  • રામસિંગ ઠાકોર 
  • ભરત રામસિંગ ઠાકોર 
  • નરેશ ઉર્ફે વિજીયો બાબુભાઈ મકવાણા દરજી
  • રિતેશ ઉર્ફે પોંચ્યા દાદા બાબુભાઈ વ્યાસ
  • અજય બચુભાઈ ઠાકોર
  • રમણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર 
  • નગીન પ્રતાપભાઈ ઠાકોર
  • મનુભાઈ પુનાભાઈ ઠાકોર 
  • રમેશભાઈ ભલાભાઇ ઠાકોર 
  • કિસન ખૂબચંદ કોરાણી
  • રાજકુમાર ઉર્ફે રાજુ ગોપીમલ ચોમલ
  • પદ્મેન્દ્રસિંહ ઉર્ફે પીજે જશવંતસિંહ રાજપુત
  • બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
  • રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
  • મિતેશ ગીરીશભાઈ ઠક્કર
  • વિનોદ ઉર્ફે વિનુ પહેલરામ ચેતવાણી
  • હરેશ પારસરામ રોહેરા
  • પ્રદીપભાઈ ઉર્ફે બેન્કર કાંતિલાલ સંઘવી 
  • વલ્લભભાઈ કુબેરભાઈ પટેલ 
  • વિષ્ણુજી પોપટજી ઠાકોર 
  • હંસરાજ પન્નાલાલ માળી 
  • પ્રભુભાઈ ઉર્ફે ધૂમ ભુપતજી ઠાકોર
  • જગદીશભાઈ રમણભાઈ પ્રજાપતિ 
  • હરેશ ઉર્ફે હર્ષદ રમણલાલ સોની 
  • રાજેશભાઈ કિશોરભાઈ ભીખાભાઈ દરજી 
  • અશ્વિનકુમાર કનૈયાલાલ જોશી 
  • રાજેશ ઉર્ફે રાજુ નટવરલાલ પંચાલ 
  • પ્રવીણ કુમાર હરિભાઈ મોદી 
  • વિક્રમભાઈ ઉર્ફે ટીનીઓ મણીલાલ ઠાકોર
  • અશોકભાઈ ચંદુભાઈ સોની 
  • જગદીશભાઈ ચીમનલાલ પટેલ 
  • દિનેશભાઈ કચરાભાઈ પટેલ 
  • શાંતિલાલ વાલજીભાઈ પટેલ 
  • ગિરીશભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ 
  • રમણભાઈ વ્યાસ 
  • સંજય પીન્ટુ ચેનલ વાળો કનુભાઈ વ્યાસ
  • ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઈ પટેલ (ઢોલરીયા)
  • સુનિલ ઉર્ફે સુરેશ સનાભાઇ પટેલ 
  • રાકેશકુમાર મંગળદાસ પંચાલ 
  • પ્રદ્યુમન બાલુભાઈ પટેલ
  • અનિલ કુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઈ પટેલ
  • પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઈ રમેશચંદ્ર ભાટીયા 
  • વિજય કુમાર દશરથભાઈ ત્રિવેદી
  • નિમેષ ઉર્ફે શ્યામુ બિપીનચંદ્ર પટેલ
  • પંકજકુમાર મહેન્દ્રભાઈ પરીખ
  • વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલ (પોલીસ ઇન્સ્પેક્ટર)
  • ડોક્ટર માયાબેન સુરેન્દ્રભાઈ કોડનાની
  • ડોક્ટર જયદીપભાઇ અંબાલાલ પટેલ
  • મુકેશ બાબુલાલ વ્યાસ
  • રાકેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વ્યાસ
  • સંજયભાઈ રમણભાઈ વ્યાસ
  • ભીખાભાઈ ઉર્ફે ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઈ પટેલ
  • મહેશકુમાર ઉર્ફે માયાભાઇ નટવરલાલ પંચાલ
  • મણિલાલ મોહનજી ઠાકોર 
  • જગદીશભાઈ ઉર્ફે જગો રિક્ષાવાળો ચુનીલાલ ચૌહાણ
  • બિરજુ ભાઈ રમેશચંદ્ર પંચાલ
  • ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
  • અશોકભાઈ રમેશભાઈ પંચાલ 
  • પ્રમુખ ભાઈ ત્રિકમદાસ પટેલ
  • અશોકભાઈ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
  • જીતેન્દ્ર ઉર્ફે જીતુ મુખી રમણભાઈ પટેલ
  • ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
  • અરવિંદભાઈ ઉર્ફે કા ભાઈ શાંતિલાલ પટેલ
  • મુકેશ ઉર્ફે લાલો મોહનલાલ પ્રજાપતિ 
  • કનુભાઈ રતિલાલ વ્યાસ 
  • વિપુલભાઈ નટવરભાઈ પરીખ (પટેલ)
  • નીતિનકુમાર વિનોદ રાય દેવરૂખકર
  • વિનુ માવજીભાઈ કોળી (ચૌહાણ)
  • આરોપીઓ ઉપરનું તહોમત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ