બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada Dam is about to overflow

મેઘમહેર / ગુજરાતમાં નહી રહે પીવાના પાણીની સમસ્યા ! જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

Khyati

Last Updated: 12:30 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આ વખતે ઉનાળો કપરો નહી રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે

  • નર્મદા ડેમ ઓવરફ્લો થવાની નજીક પહોંચ્યો
  • નર્મદા ડેમની હાલની સપાટી 132.17 મીટરે પહોંચી
  • ડેમ ઓવરફ્લો થવાથી હવે 6.51 મીટર દૂર

આ વખતે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મેઘો ધોધમાર વરસ્યો છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો પણ વરસાદી પાણીછી છલોછલ થઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જે જોતા કહી શકાય કે આગામી સમયમાં એટલેકે ઉનાળામાં પીવાના પાણીની કોઇ અછત સર્જાશે નહી. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. 

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં 

આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.  પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે   આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.  

રાજ્યના 34 ડેમ 100ટકા ભરાયા

ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે.  સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો. 

રાજ્યના ડેમોમાં કેટલો જળસંગ્રહ ?

ઝોન

ડેમ

જળસંગ્રહ (%)

મધ્ય ગુજરાત 

17

44.29

દક્ષિણ ગુજરાત

13

71.81

કચ્છ

20

70.39

સૌરાષ્ટ્ર 

141

55.29

ઉત્તર ગુજરાત 

15

24.38

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ