બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Nadiad to Ahmedabad bus crashes near Versola, bus hits tree due to thick fog

અકસ્માત / નડિયાદથી અમદાવાદ જતી બસને વરસોલા નજીક નડ્યો અકસ્માત, ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ વૃક્ષને અથડાઈ

ParthB

Last Updated: 11:42 AM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાઢ ધુમ્મસના કારણે નડિયાદ થી અમદાવાદ જતી ગુજરાત એસટી બસ તેમજ સુરતના કોસંબા પાસે SRPના જવાનોની બસને અકસ્માત નડ્યો

  • નડિયાદ થી અમદાવાદ જતી એસ.ટી.બસને નડયો અકસ્માત
  • ગાઢ ધુમ્મસને કારણે વરસોલા પાસે થયો અકસ્માત
  • સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં

નડિયાદ થી  અમદાવાદ જતી બસને નડ્યો અકસ્માત 

નડિયાદ થી અમદાવાદ જતી ગુજરાત એસટી બસને ખાત્રજ ચોકડી નજીક વરસોલા પાસે ગાઢ ધુમ્મસના કારણે બસ પલટી ગઈ હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાની નહીં થતાં રાહત અનુભવાયો હતો. જો કે, આ ઘટના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. અને બસમાં સવાર લોકોને સહી સલામત બહાર નીકાળવામાં આવ્યાં હતાં. 

ગાઢ ધુમ્મસ હોવાને કારણે બસ પલટી ગઈ

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં ધુમ્મસ ભર્યુ વાતાવરણ સર્જાતા રોડ પર વિઝીબીલીટ ઘટી જવા પામી હતી. જેને લઈને નડિયાદ થી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ વરસોલા પાસે બસ પલટી ગઈ હતી. જેમાં બસમાં ડ્રાઈવર કંડકટર સહિત 38 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની કે ગંભીર રીતે ઇજાગ્રસ્તના થઈ ન હતી. આ ઘટનાની જાણ ઈમરજન્સી સેવા 108ને કોલ કરતાં તાડતોબ ઘટના સ્થળે પહોંચી સામાન્ય ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી.   

સુરતના કોસંબામાં પણ ધુમ્મસના કારણે બસને અકસ્માત નડ્યો 

સુરત પાસે નેશનલ હાઈવે નંબર 48 પર કોસંબા નજીક  ઉભેલા ટેન્કર પાછળ અમદાવાદથી મુંબઈ જતી SRP જવાન ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 17 જેટલા જવાનોને પહોંચી ઈજા પહોંચી હતી. જ્યારે 4 જવાનને પગમાં ફ્રેકચર અને 13 જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ બસમાં કુલ 27 SRP જવાન સવાર હતાં. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ