બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / N T RAMA RAO : CM WHO USED TO WEAR CLOTHES OF LADIES IN NIGHT, LIFE AND CAREER OF NTR

વ્યક્તિ વિશેષ / NTR: એવા CM જે રાત્રે પહેરતાં સ્ત્રીઓના વસ્ત્ર; દિલ્હીમાં બતાવ્યો 'પાવર' અને ઝૂકી ગઈ હતી ઈન્દિરા સરકાર,છેલ્લે જમાઈએ આપ્યો હતો દગો

Parth

Last Updated: 08:25 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

N T રામરાવ : કહાની એ મુખ્યમંત્રીની જે મુખ્યમંત્રી હતા ત્યારે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીને આપતા ખુલ્લી ચેલેન્જ. જે રાત્રીના સમયે પહેરવા લાગ્યા હતા સાડી.

  • સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા N T રામારાવ, કૃષ્ણ-રામના કર્યા હતા રોલ 
  • હોટલના બાથરૂમમાંથી ધક્કો મારીને કાઢવામાં આવ્યા અને રાજકારણમાં એન્ટ્રીનો વિચાર આવ્યો 
  •  તાંત્રિકના કહેવા પર રાતના સમયે પહેરવા લાગ્યા હતા મહિલાઓના કપડાં 

લેખન પાર્થ ઠાકુરની કલમેથી.. : નંદમૂરી તારક રામારાવ, જેમને લોકો NT રમારાવ કહીને બોલાવતા. પહેલા એક્ટર પછી ફિલ્મમેકર અને બાદમાં રાજકારણમાં એવો દબદબો કે દેશના મોટા મોટા નેતાઓને આપતા હતા ચેલેન્જ. RRRમાં અભિનય કરનાર જુનિયર NTR તેમના જ પૌત્ર છે. 

NT રામારાવનો જન્મ 1923માં કર્ણાટકમાં થયો હતો, પરિવારનું મુખ્ય કામ હતું ખેતી. પોતાની મહેનતથી તેમણે એવું સામ્રાજ્ય ઊભું કર્યું કે આજે પણ લોકો યાદ કરે છે. સિનેમામાં કામ કરતાં હતા ત્યારે એક બાદ એક શાનદાર ફિલ્મો આપી. રાજકારણની રાહ પકડી તો તેમાં પણ હિટ થઈ ગયા. હાલની તેલુગુ દેશમ પાર્ટી (TDP)ની સ્થાપના તેમણે જ વર્ષ 1982માં કરી હતી. 

NT રામારાવના કરિયરની શરૂઆત એક્ટર તરીકે થઈ, આઠ દસ નહીં, 300થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી. ત્રણ વખત નેશનલ ઍવોર્ડ જીત્યા. નંદી ઍવોર્ડથી લઈને ફિલ્મફેર ઍવોર્ડ પણ પોતાને નામ કર્યા. 

શ્રીકૃષ્ણના રોલમાં NTR (વિજય ફિલ્મ્સ)

શ્રીરામ અને રાવણ બંનેનો રોલ કર્યો 
NTR ની પહેલી ફિલ્મનું નામ હતું માના દેશમ. 50ના દાયકામાં તેમણે કૃષ્ણ, કર્ણ અને રામ જેવા ધાર્મિક રોલ કર્યા. આ જ કારણ હતું કે લોકોએ તેમને ખૂબ સન્માન આપ્યું. રામા રાવ મોટા સ્ટાર બની ગયા, તેમણે સ્ક્રીન પર 17 વખત ભગવાન શ્રી કૃષ્ણનો રોલ કર્યા. શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધમ જેવી સુપરહિટ ફિલ્મો આપી. N T રામારાવ એવા એકમાત્ર અભિનેતા છે જેમણે રામ અને રાવણ એમ બંને પત્રો ભજવ્યા હોય. સિનેમાની દુનિયાના અંતિમ સમયમાં તેઓને ગરીબોના મસીહાના રૂપમાં દર્શાવવામાં આવતા હતા. 

હોટલમાં થયેલ અપમાન બાદ પોલિટીક્સમાં એન્ટ્રીનો આવ્યો વિચાર 
એક દિવસ NTR નેલ્લોરના પ્રવાસ પર હતા. સારી હૉટલ ન હોવાના કારણે તેઓ સરકારી સર્કિટ હાઉસ જતાં રહ્યા. પણ ત્યાં ગયા ખબર પડી કે માત્ર એક જ રૂમ ખાલી છે. કેરટેકરે જાણકારી આપી કે આ ખાલી રૂમ રાજ્ય સરકારના એક મંત્રીના નામે બુક કરવામાં આવ્યો છે. NTR ના કદ એટલું હતું કે કેરટેકર તેમને ના પડી શક્યો નહીં અને મંત્રીજી આવે તે પહેલા થોડા કલાક માટે રૂમ આપી દેવામાં આવ્યો. રામારાવ બાથરૂમમાં ન્હાવા જતાં રહ્યા, એટલામાં તો મંત્રીજી ત્યાં આવી ગયા. રૂમમાં રામારાવને જોઈ ખૂબ તેઓ ગુસ્સે થયા અને તેમણે રૂમ ખાલી કરવો પડ્યો. આ ઘટના બાદ રામારાવ ખૂબ દુ:ખી થયા. થોડા દિવસ બાદ તેઓ ચેન્નઈમાં પોતાના મિત્રને મળવા પહોંચ્યા. તેમના મિત્ર નાગી રેડ્ડીએ કહ્યું તું ભલે ગમે તેટલો મોટો સ્ટાર બની જા, અસલી પાવર તો નેતાઓ પાસે જ હોય છે. આ વાત સાંભળીને રમારાવે નિર્ણય લઈ લીધો કે હવે હું પણ રાજકારણમાં આવીશ. 

તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી અને રાજકીય સફર શરૂ કરી હતી. વર્ષ 1982માં તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો. કહ્યું 'મને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, મેં મારી સંપત્તિ મારા દીકરા અને દીકરીઓ વચ્ચે વહેંચી નાંખી છે. હવે હું પરિવારથી મુક્ત થઈને સામાજિક જવાબદારી અદા કરવા માંગુ છું.' પછી ભારતના રાજકારણમાં ઉદય થયો પદયાત્રા અને રથયાત્રાના દોરનો. તેમણે 9 મહિનામાં 40 હજાર કિમીની યાત્રા કરી અને લોકો સાથે મુલાકાત કરી. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ નામ નોંધાઈ ગયું. 

રાજીવ ગાંધીએ કોંગ્રેસના CMને ખખડાવ્યા અને NTR ને મુદ્દો મળી ગયો 
1982માં જ્યારે રામારાવે પોતાની પાર્ટી બનાવી ત્યારે કોંગ્રેસ મહાસચિવ હતા રાજીવ ગાંધી. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી હતા T. Anjaiah. એક દિવસ રાજીવ ગાંધી પાર્ટીના કામથી હૈદરાબાદ પહોંચ્યા, એરપોર્ટ પર ભીડ ભેગી થઈ ગઈ. સ્વાગત કરવા માટે ખુદ મુખ્યમંત્રી પહોંચી ગયા. આ ભીડ જોઈને રાજીવ ગાંધી ખૂબ ગુસ્સે થયા, અવ્યવસ્થા માટે બધાની સામે જ મુખ્યમંત્રીને ખખડાવી નાંખ્યા. રામારાવે આ મુદ્દો ખૂબ ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે આ કોંગ્રેસ પાર્ટીથી બનેલા મુખ્યમંત્રી જ નહીં આખા આંધ્ર પ્રદેશનું અપમાન છે. લોકોએ હવે કોંગ્રેસને સબક શિખવાડવો જોઈએ. 9 જ મહિના બાદ ચૂંટણી થઈ અને બહુમત સાથે રામારાવ મુખ્યમંત્રી બની ગયા. 

પૂર્વ PM રાજીવ ગાંધી ( PHOTO : WIKIPEDIA )

આંધ્ર પ્રદેશની સ્થાપના થઈ ત્યારથી જ તે કોંગ્રેસ માટે ગઢ સમાન હતું. રામારાવે કોંગ્રેસની છવિને કમજોર કરી અને સત્તા હાંસલ કરી. વર્ષ 1983થી 1994ની વચ્ચે તેઓ ત્રણ વખત આંધ્ર પ્રદેશના CM બન્યા. તેલુગુ દેશમ પાર્ટી ભારતનું પહેલું એવું ક્ષેત્રીય દળ છે જે સૌથી મોટું વિપક્ષ દળ બની શક્યું. તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ માટે દેશભરમાં સહાનુભૂતિની લહેર હતી. આખા દેશમાં એક બાદ એક કોંગ્રેસ પાર્ટીએ અનેક ચૂંટણીઓ જીતી. તે સમયમાં પણ NTR ના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને TDPએ ધૂળ ચટાડી હતી. કુલ 42 સીટોમાંથી 30 રામારાવે જીતી હતી.  

NTR એ દિલ્હીમાં પાવર દેખાડ્યો, ઝૂકી ગઈ ઈન્દિરા ગાંધી સરકાર 
મુખ્યમંત્રી બન્યા બાદ N T રામારાવ હૃદયની સારવાર માટે અમેરિકા ગયા હતા. એવામાં કોંગ્રેસમાંથી આવેલા ભાસ્કર રાવે દાવો કર્યો કે તેલુગુ દેશમ પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો તેમની પાસે છે, રામારાવ તે સમયે 15મી ઓગસ્ટના પ્રોટોકોલ નિભાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ ભાસ્કર રાવના દાવાને સાચો માનીને રાજ્યપાલ ઠાકુર રામલાલે સરકાર બરખાસ્ત કરી દેવાનો આદેશ આપી દીધો. નવી સરકારને બહુમત સિદ્ધ કરવા માટે એક મહિનાનો સમય આપી દેવામાં આવ્યો. આંધ્ર પ્રદેશ સહિત આખા દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. જે બાદ હિંસા ભડકી અને 26 લોકો માર્યા ગયા, સેંકડો લોકો ઘાયલ થયા. દિલ્હીમાં આખું ભાજપ, જનતા પાર્ટી, લોકદળ જેવી તમામ પાર્ટીઓ રામારાવના સમર્થનમાં ઊભી થઈ ગઈ. રામારાવ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા અને રાષ્ટ્રપતિની સામે પરેડ કરાવી દીધી અને બહુમત બતાવ્યું. ભારતના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા એમ વૈંકૈયા નાયડુ પણ ભાજપ તરફથી તે સમયે ધારાસભ્યના રૂપમાં દિલ્હી પહોંચ્યા હતા. 

ભારે વિવાદ બાદ પ્રધામંત્રીએ જ સામે આવવું પડ્યું, ઈન્દિરા ગાંધીએ નિવેદન આપીને કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારનો કોઈ હાથ નથી અને તમામ નિર્ણય રાજ્યપાલ દ્વારા લેવામાં આવ્યા છે. જોકે વિરોધીઓ કહેતા હતા કે રાજ્યપાલના નિર્ણય પર અંતિમ મહોર તો કેન્દ્રએ જ મારી હતી. 

ભાજપ અને લેફ્ટ જેવી વિરોધી પાર્ટીઓનું ગઠબંધન બન્યું 
1988-89માં બોફોર્સ કૌભાંડના મુદ્દા પર વિપક્ષી દળ ફરી એક થવા લાગી. N T રામારાવ ત્યારે રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા ભજવતા જોવા મળ્યા, તેમને રાષ્ટ્રીય મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે લેફ્ટ અને ભાજપ જેવી પાર્ટીઓને પણ એક ગઠબંધનમાં લાવી દીધી. રામારાવની પહેલની અસર થઈ કે લોકસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓની રણનીતિ એક જેવી બની લોકસભા ચૂંટણીમાં ગઠબંધન જીતી ગયું. તે સમયે વીપી સિંહને પ્રધાનમંત્રી પદની કમાન સોંપવામાં આવી હતી. 

પૂર્વ PM VP સિંઘ ( PHOTO : WIKIPEDIA )

રાત્રીના સમયે સ્ત્રીના વસ્ત્રો પહેરતાં 
દેશના રાજકારણમાં N T રામારાવ અચાનક જ તારાની જેમ ચમકી રહ્યા હતા. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પ્રધાનમંત્રી બનવા પ્રયાસ કરતાં હતા. પ્રધાનમંત્રી પદ માટે તેઓ એટલા બધા આતુર હતાં કે મહિલાઓના કપડાં પહેરવા લાગ્યા. JDU નેતા કેસી ત્યાગીએ આ અંગે એક હિન્દી રાષ્ટ્રીય અખબારમાં ખુલાસો કરતાં કહ્યું કે N T રામારાવ રાતના સમયે સાડી પહેરતા. N T રામારાવ જ્યોતિષના કહેવા પર આવું કરતાં હતા. આટલું જ નહીં હિન્દી શીખવા માટે હૈદરાબાદમાં બે શિક્ષકો પણ રાખ્યા હતા. 

ગરીબોને બે રૂપિયામાં ચોખા આપવાની યોજના તેમણે જ શરૂ કરી હતી. દેશની અનેક પાર્ટીઓએ આ યોજનાના આધારે વોટ માંગ્યા. ગરીબોને ઘર બનાવી આપવાની યોજના પણ NTR એ જ શરૂ કરી હતી. તે સમયે તેમણે એક જ વર્ષમાં 10 હજાર ઘર બનાવ્યા હતા. 

Caption

જમાઈએ જ દગો આપ્યો, ખુરશી ખેંચીને પોતે બન્યા CM, બીજી પત્ની પર ગંભીર આરોપ
NTR ને તેમના જ જમાઈએ દગો આપ્યો હતો. 1995માં તેમના જ જમાઈ ચંદ્રબાબુ નાયડુએ સરકાર પાડી દીધી. વૃદ્ધ થઈ ગયેલા NTR નાયડુની મહત્વકાંક્ષાઑને ઓળખી શક્યા નહોતા. માનવામાં આવે છે કે સરકારમાં મુખ્યમંત્રી બાદ ચંદ્રબાબુ નાયડુનું કદ જ સરકારમાં સૌથી મોટું હતું પણ NTR ના બીજા પત્ની ખૂબ દખલ કરતાં હતા. ચંદ્રબાબુ નાયડુએ સૌથી પહેલા ડેપ્યુટી CMનું પદ આપવાની લાલચમાં સૌથી પહેલા પોતાના સાળા અને ડૉક્ટર વેંકટેશ્વર રાવને પોતાની તરફ કર્યા. નાયડુએ રાજ્યપાલની ઑફિસમાં ફેક્સ કરી દીધું કે મારી પાસે બહુમત છે. આ દરમિયાન જ NTR બીમાર પડી ગયા અને રાજ્યપાલની તેમની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ ગયા. આ મુલાકાતમાં જ NTR એ પોતાનું રાજીનામું સોંપી દીધું અને બાદમાં ચંદ્રબાબુ નાયડુ બન્યા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી. 

આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુ ( PHOTO : WIKIPEDIA )

સત્તા છોડ્યાના પાંચ મહિના બાદ જ 18 જાન્યુઆરી 1996ના દિવસે વહેલી સવારે હાર્ટ અટેકના કારણે NTR નું નિધન થઈ ગયું. જે બાદ રાજ્યમાં તેમની રાજકીય વિરાસતના હકદાર માત્રને માત્ર ચંદ્રબાબુ નાયડુ જ રહ્યા, મુખ્યમંત્રી પદ પર 14 વર્ષથી વધુનો સમય વિતાવ્યા અને આજે પણ નાયડુની રાજ્યના રાજકારણમાં પ્રમુખ ભૂમિકા છે.

પરિવાર સાથે NTR ની તસવીર

NTRના પૌત્ર જુનિયર NTR આજે સુપરસ્ટાર 
NT રામારાવે 20 વર્ષની ઉંમરમાં મામાની છોકરી બાસવ સાથે લગ્ન કર્યા હતા. 8 દીકરા અને ચાર દીકરીઓનો જન્મ થયો.  વર્ષ 1985માં તેમની પત્નીનું નિધન થઈ ગયું. બાદમાં 1993માં 70 વર્ષની વયે NT રામારાવે લેખિકા લક્ષ્મી પાર્વતી સાથે બીજા લગ્ન કર્યા. જોકે રામારાવના પરિવારે તેમને ક્યારેય પરિવારમાં જગ્યા આપી નહીં. 

કેન્દ્રીય ગૃહમંત્રી સાથે અભિનેતા જુનિયર NTR ( PHOTO : ANI ) 

N T રામરાવના સૌથી મોટા દીકરાનું 1996માં નિધન થઈ ગયું. ત્રીજા નંબરના દીકરાનું ડાયાબિટીઝના કારણે 2004માં નિધન થયું. ચોથા દીકરા હરિકૃષ્ણનું 2018માં અકસ્માતમાં નિધન થયું હતું. તેઓ રાજ્યસભામાં સાંસદ હતા. હરિકૃષ્ણના દીકરા કલ્યાણ રામ અને જુનિયર NTR બંને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા સ્ટાર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ