બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Politics / murli manohar joshi and lal krishna advani not in 175 guests of ayodhya bhumi poojan
Last Updated: 10:47 AM, 3 August 2020
ADVERTISEMENT
સૂત્રોના જણવ્યાનુંસાર અડવાણી અને જોશી જેવા 10 વૃદ્ધ નેતા અને સંતો છે જે વીડિયો કોન્ફરન્સિગના માધ્યમથી ભૂમિ પૂજનના શિલાન્યાસના સમારોહમાં ભાગ લેશે. વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
.jpg)
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમને પગલે અયોધ્યાને નવવધૂની જેમ શણગારવામાં આવી છે. જેને પગલે આજે સીએમ યોગી અયોધ્યા પહોંચશે. અયોધ્યામાં સીએમ યોગી રામ જન્મભૂમિ પરિસરની નજીક માનસ ભવનમાં તમામ અધિકારીઓ સાથે તૈયારીઓ અંગે ચર્ચા કરશે. આ સાથે પરિસરમાં બની રહેલા પંડાલ, સડક અને અન્ય તૈયારીઓની સાથે કોવિડ પ્રોટોકોલના આધારે કરાઈ રહેલી તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. મુખ્યમંત્રી શક્ય હશે તો અયોધ્યાની મુલાકાત પણ લેશે અને સરયૂના કિનારેની તૈયારીઓ પણ જાતે જોશે.

ADVERTISEMENT
નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિરને લઈને 5 ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. તેના માટે અયોધ્યામાં જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમ પહેલાં રામ નગરીને સજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં લગભગ 175 લોકો સામેલ થવાનો અંદાજ છે. અયોધ્યામાં પીએમ મોદીની હાજરીને ધ્યાનમાં રાખીને પ્રશાસન તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. પ્રાથમિકતામાં કોરોના વાયરસથી સંબંધિત પ્રોટોકોલ પણ છે, જેની પર પ્રશાસનનું ફોકસ છે. સાથે પીએમ મોદીની સુરક્ષાને લઈને તમામ એજન્સીની બેઠક પણ થઈ છે. સુરક્ષાની કડક વ્યવસ્થા લાગૂ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.