ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
નોંધનીય છે કે, એક હોટલ મેનેજમેન્ટનો વિદ્યાર્થી નોકરી કરવાના બહાને મુંબઇ એરપોર્ટ પર વેકેન્સી પૂછવા માટે ફોન કર્યો હતો. ફોન સીધો જ કંટ્રોલરૂમમાં લાગ્યો. જ્યાં હાજર શખ્સે ફોન ઉઠાવ્યો તો વિદ્યાર્થીએ પૂછ્યું બોમ્બે એરપોર્ટ..? પરંતુ ફોન ઉઠાવનાર બોમ્બ છે એરપોર્ટ પર એમ સમજ્યો.

ADVERTISEMENT
કંટ્રોલરૂમને લાગ્યું કે કોઇ એરપોર્ટ પર બોમ્બ હોવાની સૂચના આપી રહ્યું છે ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ પર સ્નિફર ડોગ્સ દ્વારા તપાસ કરવામાં આવી. જો કે, અધિકારીઓએ ફરી તે નંબર પર ફોન કરીને તપાસ હાથ ધરતા તે વિદ્યાર્થીએ કહ્યું કે તેને જાણકારી મળી હતી કે બોમ્બે એરપોર્ટ પર વેકેન્સી છે એટલા માટે ફોન કર્યો હતો. અંતે યુવકની વાત સાંભળી અધિકારીઓએ રાહતના શ્વાસ લીધા હતા.

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ ઘટના 19 તારીખની છે. એક બેરોજગાર યુવકે મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે ફોન કરીને નોકરી માટે પૂછ્યું કે બોમ્બે એરપોર્ટ..? જો કે, સાંભળનારની ગેર સમજ થતાં તેને લાગ્યું કે બોમ્બ છે એરપોર્ટ પર...અને ત્યારબાદ થોડા સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો