બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Mukesh Ambanis multi crore car convoy on VIDEO First Indian To Get Rolls Royce Cullinan

સુરક્ષા / ભારતના સૌથી અમીર વ્યક્તિની સુરક્ષામાં સડક પર સાથે ચાલે છે આ ખાસ ગાડીઓ, જુઓ Video

Bhushita

Last Updated: 10:16 AM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના કાફલામાં Rolls Royce Cullinan Mercedes Benz S Guard અને BMW 760 Li જેવી પ્રીમિયમ આર્મર્ડ કાર પણ સામેલ છે. મુકેશ અંબાણી જે કારમાં નીકળે છે તે ફક્ત પ્રીમિયમ કાર નહીં પણ આર્મર્ડ કાર હોય છે.

  • મુકેશ અંબાણીના કાફલામાં હોય છે આ ગાડીઓ
  • પ્રીમિયમ કાર નહીં પણ આર્મર્ડ કારનો ઉપયોગ કરે છે મુકેશ અંબાણી
  • Mercedes Benz S Guard ખરીદનારા પહેલાં ભારતીય છે મુકેશ અંબાણી

મુકેશ અંબાણી અને તેમની કામયાબી વિશે તમે અનેક વાતો સાંભળી હશે, તો આજે જાણો ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષામાં કઈ પ્રીમિયમ કારનો કાફલો નીકળે છે. મુકેશ અંબાણી જે કારમાં નીકળે છે તે ફક્ત પ્રીમિયમ કાર નહીં પણ આર્મર્ડ કાર હોય છે. એટલે કે આ ગાડીઓ પર ગોળીઓની અસર થતી નથી. આજે જાણો મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના કાફલામાં સામેલ કાર વિશે.

BMW 760 Li 

BMW 760 Liને દુનિયાભરમાં તેના સેફ્ટી ફીચર્સ અને શાનદાન પરફોર્મન્સને લઈને ઓળખવામાં આવે છે. આ કાર બુલેટપ્રૂફ કોટિંગ સાથે આવે છે. તેની પર ગોળીઓની અસર થતી નથી. અંબાણી પરિવારની પાસે જે BMW 760 Li છે તેની કિંમત આશરે 8.5 કરોડ રૂપિયા છે. આ કારના દરેક દરવાજાનું વજન 150 કિલોગ્રામ છે. તેમાં સેલ્ફ-સ્પોટિંગ રન ફ્લેટ ટાયર્સ પણ આપવામાં આવ્યા છે. 

Rolls Royce Cullinan

Rolls Royce Cullinan એક એવી કાર છે જેનો ઉપયોગ અંબાણી પરિવાર વધારે પ્રમાણમાં કરતો નથી. કેટલાક ખાસ અવસરે જ તેમના કાફલામાં આ કાર જોવા મળે છે. Rolls Royce Cullinan અને  BMW X5ની સાથે Land Rover Discovery અંબાણી પરિવારના કાફલામાં સુરક્ષા વાહનની રીતે જોવા મળે છે. Rolls Royce Cullinanની ભારતીય માર્કેટમાં શરૂઆતની કિંમત આશરે 6.95 કરોડ રૂપિયા છે. ભારતમાં વેચાનારી આ સૌથી મોંઘી SUV છે. તેમાં અનેક શાનદાર અને પ્રીમિયમ ફીચર્સ છે. જો કારમાં અન્ય ફીચર્સ સામેલ કરવામાં આવે તો તેની કિંમત 10 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે.

Mercedes Benz S Guard

S Guard કંપનીની Maybach S600નું મોડિફાઈડ વર્ઝન છે. મુકેશ અંબાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એક આર્મર્ડ કાર છે. મુકેશ અંબાણીએ 2015માં Mercedes Benz S Guardને ખરીદી હતી. તેઓ પહેલાં ભારતીય છે જેઓએ આ કાર ખરીદી હતી. આ કારની કિંમત આશરે 10.50 કરોડ રૂપિયા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Video multi-crore car અમીર વ્યક્તિ ગાડીઓ વીડિયો સુરક્ષા Mukesh Ambani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ