બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / MS University in Vadodara stopped the barcode system, creating a controversy

વડોદરા / MS યુનિવર્સિટી વિવાદમાં: છેલ્લાં 5 વર્ષથી ચાલતી સિસ્ટમ બંધ કરાતા મામલો બિચક્યો, વિદ્યાર્થી સંગઠને ઉચ્ચારી આંદોલનની ચિમકી

Malay

Last Updated: 02:30 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara M.S University: વડોદરાની MS યુનિવર્સિટીએ બારકોડ સિસ્ટમ બંધ કરી દેતા વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થી સંગઠન દ્વારા ફેકલ્ટી ડિનને રજૂઆત કરી બારકોડ સ્ટિકર ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

  • MS યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ
  • પરીક્ષામાં બારકોડ સિસ્ટમ બંધ કરી
  • પેપરની ગુપ્તતા જોખમમાં મુકાઈ

વડોદરાની MS યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. યુનિવર્સિટીએ વહેલી તકે પરિણામ આપવા માટે બારકોડ સિસ્ટમ બંધ કરી દીધી છે. છેલ્લા 5 વર્ષથી ચાલતી બારકોડ સિસ્ટમ બંધ કરાતા પેપરની ગુપ્તતા જોખમમાં મુકાઈ છે. વિદ્યાર્થી સંગઠનોએ સમગ્ર મામલે ડીનને રજૂઆત કરી છે. સાથે જ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 

MS યુનિવર્સિટીમાં પહેલા જ દિવસે ઓફલાઇન શિક્ષણ શરૂ થતાં મારામારી, બીજી તરફ  ઑનલાઇન ક્લાસ ચાલુ રાખવા તીવ્ર માંગ | Vadodara MS University AGSG ABVP  Controversy Offline ...

બારકોડ સિસ્ટમને બંધ કરાતા વિદ્યાર્થીઓનો વિરોધ
યુનિવર્સિટીની અને સેમિસ્ટરની પરીક્ષા વખતે ઉત્તરવહીમાંથી કોઈપણ વિદ્યાર્થીની ઓળખ છતી ન થાય તે માટે વિદ્યાર્થીના બેઠક નંબર વા‌ળા બારકોડ સ્ટીકરની ઉપર ખાખી સ્ટિકર લગાવીને તેને સુરક્ષિત કરવામાં આવે છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીએ છેલ્લા પાંચ વર્ષથી ચાલતી બારકોડ સિસ્ટમને બંધ કરી દીધી છે. જેના કારણે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થી સંગઠને સમગ્ર મામલે ડીનને રજૂઆત કરી છે. 

વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે યુનિવર્સિટીઃ હર્ષિલ રબારી
આ અંગે વિદ્યાર્થી નેતા હર્ષિલ રબારીએ કહ્યું કે, T.Y.B.comના વિદ્યાર્થીઓની અત્યારે પરીક્ષા ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની ઉત્તરવહી પરખવા માટેનું મહત્વનું જે સ્કેનર છે, એટલે કે બારકોર્ડ સ્ટીકર. આ બારકોર્ડ સ્ટીકરને આ વખતે યુનિવર્સિટીએ લગાવ્યા નથી. બારકોર્ડ ન લગાવીને યુનિવર્સિટી એવું બહાનું બતાવી રહી છે કે અમે પરિણામ ઝડપી લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. પરંતુ આજથી 4 વર્ષ પહેલા પણ બારકોર્ડ સ્ટીકર લાગતા હતા. ત્યારે પણ સમયસર પરિણામ આવતા જ હતા. પરંતુ કોરોનાકાળ પછી વિદ્યાર્થીઓના પરિણામ મોડા આવી રહ્યા છે, તેની પાછળનું કારણ જ અલગ છે. યુનિવર્સિટીમાં 5 કર્મચારીઓનું કામ એક કર્મચારી પાસે કરાવવામાં આવે છે.  જેના કારણે પરિણામ સમયસર આવતા નથી.  પરંતુ યુનિવર્સિટી નવા નુસ્ખા કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. 

હર્ષિલ રબારી (વિદ્યાર્થી નેતા)

'45 દિવસમાં પરિણામ નહીં આવે તો આંદોલન કરીશું'
તેમણે ચીમકી ઉચ્ચારતા કર્યું કે, તમે નવો નુખ્સો અજમાવ્યો છે, જો 45 દિવસની અંદર પરિણામ નહીં આવે તો યુનિવર્સિટીની તાળાબંધી કરીશું અને વિદ્યાર્થીઓને સાથે રાખીને મોટા આંદોલન કરીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy MS University MS યુનિવર્સિટી vadodara આંદોલનની ચિમકી વડોદરા ન્યૂઝ Vadodara MS University
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ