બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni photo and jersey number printed in wedding gown, goes viral on social media

ઐસી દિવાનગી! / જબરા ફેન: લગ્નની કંકોત્રીમાં છપાવ્યો MS Dhoniનો ફોટો અને જર્સી નંબર, સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

Megha

Last Updated: 09:48 AM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીના એક ફેને માહીનો ફોટો પોતાના લગ્નના કાર્ડ પર છપાવ્યો. કંકોત્રીમાં ધોનીના ફોટોની સાથે જર્સી નંબર અને તેનું નામ પણ પ્રિન્ટ કરવામાં આવ્યું છે.

  • માહીની જબરી ફેન ફોલોઇંગ છે
  • લગ્નના કાર્ડમાં પ્રિન્ટ કરાવ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો
  • કંકોત્રી  આ દિવસોમાં વાયરલ થઈ રહી છે

દરેક ક્રિકેટ ચાહકના મનમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને અઢળક પ્રેમ છે. ધોનીનો ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં મોટો ચાહક આધાર છે. આપણે બધા જાણીએ છીએ કે માહીની જબરી ફેન ફોલોઇંગ છે. એવામાં હાલ જ તેના એક જબરા ફેન્સે તમામ હદ વટાવીને કંઈક એવું કર્યું જેની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. હવે વાટ એમ છે કે તાજેતરમાં ધોનીના એક પ્રશંસકે એમએસ ધોનીનો ફોટો પોતાના લગ્નના કાર્ડ પર મૂક્યો હતો. વાયરલ થઈ રહેલા આ લગ્નના કાર્ડમાં જોઈ શકાય છે કે ધોનીના ફોટોની સાથે જર્સી નંબર અને તેનું નામ પણ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. છત્તીસગઢના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ આ દિવસોમાં વાયરલ થઈ રહી છે.

લગ્નના કાર્ડમાં પ્રિન્ટ કરાવ્યો મહેન્દ્ર સિંહ ધોનીનો ફોટો
આપણે બધા એ અત્યાર સુધી લગ્નના કાર્ડ પર વર-કન્યાના નામ સિવાય તેમના સંબંધીઓના નામ અને લગ્નની વિધિઓ પૂર્ણ થવાની તારીખ સાથે સંપૂર્ણ સ્થળ વિશે માહિતી લખેલી જોઈ હશે. આ સાથે જ સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડ સાથે જોડાયેલા તમામ ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ઘણી વખત લખેલી કેટલીક લાઈનો અને વસ્તુઓ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. પણ તાજેતરમાં એક ચાહક પર ક્રિકેટરના ક્રેઝની અસર એવી થઈ કે તેનું એક્ટ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયું. 

તાજેતરમાં જ છત્તીસગઢના રાયગઢ જિલ્લાના એક વ્યક્તિએ તેના લગ્નના કાર્ડ પર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર છાપી છે. ધોનીના ફોટો સાથેનું આ લગ્નનું કાર્ડ હવે ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ થઈ રહેલા આ લગ્નના કાર્ડમાં જોઈ શકાય છે કે CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરની સાથે જર્સી નંબર 7 પ્રિન્ટ કરવામાં આવી છે. ધોનીના આ ફેનનું નામ દીપક પટેલ જણાવવામાં આવી રહ્યું છે, જે મિલુપારાના કોંડકેલ જિલ્લાનો રહેવાસી છે. આ સાથે તેણે એમએસ ધોનીને મોટા દિવસ માટે આમંત્રણ આપવા માટે એક કાર્ડ પણ મોકલ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપક બાળપણથી જ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો આદર્શ માને છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફેન્સે ધોની માટે આવો ક્રેઝ બતાવ્યો હોય. આ પહેલા પણ ઘણા ફેન્સનો ક્રેઝ જોવા મળ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ