બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Mr. Chetan Bhagat, message to women of half age...: Urfi put such a class that people were shocked, know what is the controversy

મનોરંજન / મિસ્ટર ચેતન ભગત, અડધી ઉંમરની મહિલાઓને મેસેજ...: Urfi એ લગાવી એવી ક્લાસ કે ચોંકી ગયા લોકો, જાણો શું છે વિવાદ

Megha

Last Updated: 10:18 AM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા ચેતન ભગતે ઉર્ફી જાવેદ અને તેના કપડા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ઉર્ફીને જ્યારે લેખકના અભિપ્રાય વિશે જાણ થઈ ત્યારે તે ઘણી ભડકી હતી.

  • ચેતન ભગતે ઉર્ફી જાવેદના કપડા વિશે કહ્યું હતું કઇંક આવું 
  • ઉર્ફીએ લગાવી દીધી લેખકની ક્લાસ 
  • અડધી ઉંમરની છોકરીઓને મેસેજ કર્યો ત્યારે તમને કોણ ગેરમાર્ગે દોરતું હતું? - ઉર્ફી

ચેતન ભગત કઈં કહે અને વિવાદ ન થાય એવું શક્ય નથી. બીજી તરફ ઉર્ફી જાવેદ વિશે કંઈક કહેવામાં આવે અને એ તેનો પલટવાર ન કરે એવું શક્ય નથી. થોડા સમય પહેલા ચેતન ભગતે ઉર્ફી જાવેદ અને તેના કપડા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને એમની એ વાત પર ઉર્ફી દ્વારા તેનો જવાબ આપવામાં આવશે એ બધા જાણતા હતા અને એવું જ થયું. ઉર્ફીને જ્યારે ચેતન ભગતના અભિપ્રાય વિશે જાણ થઈ ત્યારે તે ઘણી ભડકી હતી. 

ચેતને કહી હતી આ વાત 
જણાવી દઈએ કે ચેતન ભગતે આજના યુવાનોને પુસ્તકો વાંચવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે ઈન્ટરનેટ સારી વસ્તુ છે પણ આપણા યુવાનોને તેને નબળું બનાવી દીધું છે. છોકરાઓ આખો દિવસ ફોન પર રીલ જોતા રહે છે અને ફોટા લાઈક કરતા રહે છે, ઉર્ફી જાવેદના ફોટાને યુવાનો પસંદ કરી રહ્યા છે. મને ઉર્ફીના તમામ ડ્રેસ વિશે ખબર છે અને તેમાં ઉર્ફીનો વાંક નથી. તે પોતાનું કરિયર બનાવી રહી છે અને લોકોબેડમાં ઘૂસીને ઉર્ફીની તસવીરો જોઈ રહ્યા છે. હું પણ આજે ઉર્ફીની તસવીરો જોઈને આવ્યો છું અને તેને બે ફોન પહેર્યા છે.' ચેતન ભગતે એમ પણ કહ્યું હતું કે ઉર્ફી જાવેદ જેવા લોકો મળતા રહે છે અને આના પર વાર્તાઓ બનાવવામાં આવે છે.'

ઉર્ફીએ લગાવી દીધી લેખકની ક્લાસ 
જણાવી દઈએ કે ચેતન ભગતની આ વાત પર ઉર્ફી જાવેદે તેને ખરાબ રીતે ફટકાર્યો છે અને ઉર્ફીએ આ અંગે પેપરાઝી સાથે પણ વાત કરી હતી. બીજી તરફ તેને ઈન્સ્ટા સ્ટોરી પર તેણે ચેતન પર ઘણી ક્લાસ લગાવી છે. સાથે જ તેને ચેતનના MeToo કેસ પર પણ ટિપ્પણી કરી હતી. ઉર્ફી પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું હતું કે 'જ્યારે તમે તમારી અડધી ઉંમરની છોકરીને ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર મેસેજ કરી રહ્યા હતા શું યારે પણ તેના કપડાંએ તમને વિચલિત કર્યા હતા? આવા જ પુરૂષો હોય છે જેઓ પોતાની ખામીઓ સ્વીકારવાને બદલે મહિલાઓને દોષી ઠેરવે છે. તમે એવા છો તેનો અર્થ એ નથી કે તે છોકરી અથવા તેના કપડાંનો દોષ છે. ખોટી રીતે મને વાતોમાં વચ્ચે લાવ્યાને  મારા કપડાં વિશે કહ્યું કે યંગસ્ટર્સ તેમનાથી ભટકી જાય છે, આ ખરેખર બકવાસ કૃત્ય છે. 

ઉર્ફી અંહિયા નહતી અટકી તેને આગળ લખ્યું કે- 'રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવાનું બંધ કરો તમે બીમાર માનસિકતાવાળા લોકો છો. પુરુષોના વર્તન માટે મહિલાઓને જવાબદાર ઠેરવવી એ 80ના દાયકાની વાત બની ગઈ છે મિસ્ટર ચેતન ભગત. જ્યારે તમે તમારી અડધી ઉંમરની છોકરીઓને મેસેજ કર્યો ત્યારે તમને કોણ ગેરમાર્ગે દોરતું હતું? બીજાને જ દોષ દેજો, તમારી ભૂલ તમે ક્યારેન જ જોતાં. તમારા જેવા લોકો યુવાનોને બગાડી રહ્યા છે, હું નહીં. તમારા જેવા લોકો છોકરાઓને શીખવે છે કે કેવી રીતે તેમની ભૂલોનો દોષ મહિલાઓ અને તેમના કપડાં પર લગાવવો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ