MP police bust major IMEI racket, seize 125 mobile phones
ખુલાસો /
પોલીસે દરોડા પાડતાં એક જ IMEI પર 1 લાખથી વધુ મોબાઇલ ફોન ઝડપાયાં
Team VTV02:37 PM, 09 Nov 19
| Updated: 08:37 PM, 09 Nov 19
મધ્યપ્રદેશના જબલપુરની પોલિસે એક એવો ખુલાસો કર્યો છે જેના કારણે ખાનગી એજન્સીઓના રૂંવાડા ઊભા થઈ શકે છે. જબલપુર સાઈબર પોલિસે દેશભરમાં એક જ IMEI નંબર પર ચાઈનીઝ મોબાઈલ કંપની વીવોના લગભગ 1 લાખથી વધારે મોબાઈલ ફોન ચાલવાનો ખુલાસો કર્યો છે.
જબલપુર પોલિસે કર્યો ખુલાસો
1 જ IMEI નંબર પર ચાલતા હતા 1 લાખથી વધુ ફોન
પોલિસે જપ્ત કર્યા 125થી વધારે મોબાઈલ ફોન
પોલિસે રેડ દરમિયાન ફક્ત જબલપુરમાંથી જ 3 હજાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ તમામ ફોન 1 જ IMEI નંબરથી કામ કરી રહ્યા હતા. આ કેસમાં પોલિસે મોબાઈલ દુકાનદારને કસ્ટડીમાં લીધા છે અને લગભગ 125 મોબાઈલ ફોનને જપ્ત પણ કર્યા છે.
જબલપુર પોલીસ સાથે આરોપીનો ફાઈલ ફોટો
1 જ IMEI નંબર પર મળ્યા આટલા મોબાઈલફોન
જબલપુર સાયબર પોલિસે જયંતિ કોમ્પ્લેક્સમાં સિદ્ધિ વિનાયક કોમ્પલેક્સમાં સિદ્ધિ વિનાયક મોબાઈલ દુકાનના સંચાલક પ્રદીપ ઠાકુરને પકડ્યા તો હેરાન કરનારી વાતો જાણવા મળી છે. વીવો મોબાઈલ કંપનીના ડેમો સેટના એક જ IMEI પર જબલપુરમાં લગભગ 3 હજાર ચોરી કે ખોવાયેલા ફોન રજિસ્ટર કરવામાં આવ્યા હતા.
125 મોબાઈલ પોલિસે જપ્ત કર્યા
તેમાંથી 125 મોબાઈલ પોલિસે જપ્ત કર્યા હતા. પોલિસ આરોપીની મદદથી આ નેટવર્કમાં આવી ચૂકેલા અન્ય લોકોની શોધ કરી રહી છે. જબલપુરના આઈજી વિવેક શર્માએ કહ્યું કે મોબાઈલ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી આ યૂનિક આઈડી બદલવા માટે ગંભીર અપરાધ ગણવામાં આવે છે. 2017માં સરકારે IMEI નંબર બદલવા પર સજાનો કાયદો બનાવ્યો હતો. છતાં આ ગોરખધંધા ચાલી રહ્યા છે.
50 હજાર મોબાઈલની મળી જાણકારી
જબલપુરના એસપી અમિત સિંહનું કહેવું છે કે હાલ સુધી આ મોબાઈલ કોઈ પણ અપરાધમાં સામેલ થયા હોવાનું જાણવા મળ્યું નથી. દેશભરમાં 1 લાખ મોબાઈલના એક IMEIનંબરથી ફોન ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુધી લગભગ 50 હજાર મોબાઈલની જાણકારી મળી રહી છે. જેનો રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.