બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Mosquitoes bite many diseases treatment cure

ચેતજો / મચ્છરનો ડંખ આપે છે ઘણા રોગ, ઇલાજ કરતા બચાવ જરૂરી

Published By: Hiren

Last Updated: 12:33 AM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં એક મચ્છર ઘણા મોટા રોગ ફેલાવાનુ કારણ બની ચુક્યા છે. તેમાં મેલેરિયાથી લઇને ડેંગી, ઇંસેફેલાઇટિસ, ચિકનગુનિયા વગેરે સામેલ છે. ખાસ કરીને વરસાદની સીઝનમાં પાણી એકઠુ થવાથી તેની સંખ્યા વધી જાય છે અને તે રોગને ફેલાવાનુ શરુ કરી દે છે. મચ્છરોની આમ તો ઘણી પ્રજાતિ છે, પરંતુ ભારતમા કેટલીક પ્રમુખ પ્રજાતિઓ જ રોગ ફેલાવે છે. તેમાં એનાફિલીઝ, એડીસ અને ક્યુલેક્સ પ્રકારના મચ્છર રોગોના વાહક છે.

મેલેરિયા મચ્છરની બે પ્રમુખ પ્રજાતિમાં વાઇવેક્સથી વધુ ફેલ્સિફેરમ ખતરનાક અને જીવલેણ છે. તે કિડની અને લીવરને નુકશાન પહોંચાડે છે. મેલેરિયા મચ્છર પ્લાઝમોડિયમ પરજીવીનું હોય છે. તેનું વાહક માદા એનાફિલીઝ હોય છે. તે સાંજે 5થી 7 વાગ્યાની વચ્ચે સક્રિય હોય છે. તેની ફેલ્સિફેરમ પ્રજાતી સીધી લાલ રક્ત કોશિકાઓ પર અસર કરે છે. તે કરડે તેના 48 કલાકની અંદર શરદી, તાવ, માથાનો દુખાવો, આંખોનો પીળો રંગ જેવા લક્ષણો સામે આવે છે. આવા સમયે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

ટાઇગર મોસ્કિટો(ડેન્ગી) 

ડેન્ગી એટલે કે હાડકાતોડ તાવ એડીસ મચ્છર કરડવાથી થાય છે. આ રોગમાં કમરમાં સખત દુઃખાવો, આંખના ઉપરના ભાગમાં દર્દ અને ગંભીર રીતે થતા પ્લેટલેટ્સ ઘટવા લાગે છે. ગંભીર અવસ્થામાં ડેંગ્યુ સ્ટ્રોક સિન્ડ્રોમ થાય છે.

ચિકનગુનિયા

એડીઝ ઇજિપ્ટીથી તે ફેલાય છે. તેના વાહક પણ ડેંગ્યુ મચ્છર જ છે. અંતર માત્ર એટલુ છે કે તેમાં શરીરના મુખ્ય સાંધામા દુઃખાવો થાય છે. મચ્છર કરડવાથી 4થી 7 દિવસ પછી સાંધામા દુખાવો, સોજો, તાવ અને મસલ્સ પેઇન થાય છે.

હર્બલ છોડ મચ્છર ભગાવશે

મચ્છરોથી બચવા માટે લીમડો, નીલગીરિ અને લેમનગ્રાસ તેલ, સ્પ્રે અને રોલર ત્વચા પર લગાવી શકાય છે. ઘરમાં ઇંડોર છોડ જેમકે તુલસી, લવન્ડર, લેમનગ્રાસ, પિપરમિંટ રાખો. ગુલમહેંદીના સુકા પાંદડા સળગાવો.

સંકળાયેલા મુદ્દાઓ

diseases mosquitoes મચ્છર મેલેરિયા Be careful

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ