બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / More than 6 crore heroin seized from Chennai airport

ક્રાઇમ / ચેન્નાઈ એરપોર્ટ પરથી કરોડોનો હેરોઈનનો જથ્થો જપ્ત, છુપાવવાની ટેક્નિક જોઇ અધિકારીઓ પણ ગોથે ચડી ગયા

Malay

Last Updated: 09:54 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ એરપોર્ટ પર એક મહિલા પાસેથી 6 કરોડ રૂપિયાથી વધુનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. હાલમાં કસ્ટમ અધિકારીઓએ હેરોઈનની દાણચોરીના આરોપમાં કેન્યાની મહિલાની ધરપકડ કરી છે.

 

  • કસ્ટમ વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી
  • ચેન્નાઈ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડો રૂપિયાનું હેરોઈન
  • કસ્ટમ વિભાગે કેન્યાની મહિલાની ધરપકડ કરી 

ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હેરોઈનની દાણચોરીના મામલામાં કસ્ટમ વિભાગના અધિકારીઓને મોટી સફળતા મળી છે. અહીં કસ્ટમ વિભાગે કેન્યાની એક મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી 900 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ મહિલા પાસેથી મળી આવેલા હેરોઈનની કિંમત 6.31 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

13 ડિસેમ્બરે UAEથી આવી હતી મહિલા
શુક્રવારે આ માહિતી આપતાં કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મહિલા શારજાહ (UAE)થી 13 ડિસેમ્બરે અહીં આવી હતી. શંકાના આધારે તેને અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અધિકારીઓએ અટકાવી હતી. કસ્ટમના અધિકારીઓએ માહિતી આપી હતી કે, આરોપી મહિલાએ તેના મળાશય (rectum)માં હેરોઈન છુપાવ્યું હતું.

આ મામલે વધું તપાસ ચાલુ
તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કેન્યાના નાગરિકની કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અગ્રિમ તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ