બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / More than 50 people feared trapped in landslide in Maharashtra's Raigad, 4 dead

મોટી દુર્ઘટના / મહારાષ્ટ્રના રાયગઢમાં 50થી વધુ લોકો ભૂસ્ખલનની ઝપેટે આવી ચડ્યાની આશંકા, 4નાં મોત, ખુદ CM ઘટનાસ્થળે હાજર

Priyakant

Last Updated: 09:01 AM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raigarh Landslide News: ભૂસ્ખલનની ઘટનામાં 50 લોકો દટાયા હોવાની આશંકા, NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી, કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા, બચાવ કામગીરી ચાલુ

  • મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં  
  • ભૂસ્ખલનની ઘટનામાં 50 લોકો દટાયા હોવાની આશંકા
  • કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા, બચાવ કામગીરી ચાલુ 

મહારાષ્ટ્રના રાયગઢમાં આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું છે. ભૂસ્ખલનની આ ઘટનામાં 50 લોકો દટાયા હોવાની આશંકા છે. NDRFની 2 ટીમ બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળમાંથી 4 મૃતદેહો કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલુ છે. રાયગઢ પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 3 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. 

રાયગઢ જિલ્લાના ખાલાપુર તહસીલના ઈરશાલવાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ભારે ભૂસ્ખલન થયું હતું. પહાડની માટી આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. ભૂસ્ખલનની માટીમાં 17 મકાનો દટાયા હોવાની આશંકા છે. આ આદિવાસીઓનું ગામ છે. આ દુર્ઘટના મધ્યરાત્રિએ થઈ ત્યારથી બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 25થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

50 લોકો દટાયા
મળતી માહિતી મુજબ ગામમાં લગભગ 200 થી 250 લોકો હતા. કાટમાળ નીચે 50 લોકો દટાયા હોવાની આશંકા છે. પહાડની માટી સરકવાને કારણે આખું ગામ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયું હતું. કેટલાક લોકો પોતાની મેળે બહાર આવી ગયા હતા. તેથી તે કહેવું મુશ્કેલ છે કે, ઘટના સમયે ત્યાં કેટલા લોકો હાજર હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ